India

કોંગ્રેસી દિગ્ગજની જીભ લપસી, PM મોદી-ચૂંટણીપંચ અંગે આપ્યું વિવાદિત નિવેદન, માફીનો પણ ઇન્કાર

By GS Team
30 Nov 20242 mins read
This article was originally published on 30 Nov 2024
TukuTouch Logo
મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા ધારાસભ્ય ભાઈ જગતાપે ચૂંટણી પંચ અંગે વિવાદિત નિવેદન આપતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. જગતાપે ચૂંટણી પંચની તુલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કૂતરા સાથે કરી છે. તેમજ આ મામલે ફરીથી પૂછવા પર પોતાના નિવેદન પર કાયમ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોંગ્રેસી દિગ્ગજની જીભ લપસી, PM મોદી-ચૂંટણીપંચ અંગે આપ્યું વિવાદિત નિવેદન, માફીનો પણ ઇન્કાર

Maharashtra Congress Again Blame On EVM: મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા ધારાસભ્ય ભાઈ જગતાપે ચૂંટણી પંચ અંગે વિવાદિત નિવેદન આપતાં રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. જગતાપે ચૂંટણી પંચની તુલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કૂતરા સાથે કરી છે. તેમજ આ મામલે ફરીથી પૂછવા પર પોતાના નિવેદન પર કાયમ રહ્યા છે.

જગતાપે ચૂંટણી પંચની તુલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કૂતરા સાથે કરતાં અપમાનજનક નિવેદન આપ્યું હતું કે, 'ઇલેક્શન કમિશન તો કુત્તા હે, કુત્તા બનકર મોદીજી કે બંગ્લો કે બહાર બેઠતે હે યે સારી એજન્સીયાં.' તેમજ માફી માગવાનો પણ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. ઉલ્લેખનીય છે, કોંગ્રેસે મહારાષ્ટ્રમાં રાજ્ય ચૂંટણી પંચના સીઈઓને એક મેમોરેન્ડમ સોંપતાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો.

ચૂંટણીમાં ગેરરીતિ થઈ હોવાનો આરોપ

ચૂંટણી પરિણામો પર સવાલ ઉઠાવતાં જગતાપે કહ્યું કે ‘મહારાષ્ટ્રના લોકો વર્તમાન મહાયુતિ સરકારની વિરુદ્ધમાં હતા, પરંતુ ઈવીએમ(ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન)માં ખામીને કારણે પરિણામ તેમના પક્ષમાં આવ્યા. આ ચૂંટણી પરિણામો અણધાર્યા છે. અમે તેના પર વિશ્વાસ કરતાં નથી. રાજ્યના લોકો સંપૂર્ણ રીતે મહાયુતિ સરકારની વિરુદ્ધ હતા, પરંતુ સંપૂર્ણ શ્રેય ઈવીએમને જાય છે. હું કહીશ કે ઘણી જગ્યાએ ઈવીએમ હેક કરવામાં આવ્યા હતા.’



માફી માગવાનો કર્યો ઈનકાર

જગતાપે કહ્યું કે, ‘હું માફી નહીં માંગુ. જો ચૂંટણી પંચ વડાપ્રધાન અને અન્ય મંત્રીઓના દબાણમાં કામ કરી રહ્યું છે, તો મેં જે કહ્યું તે સાચું છે.’ તેમણે ચૂંટણી પંચને નિષ્પક્ષતા માટે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નનરને ટીએન શેષન જેવા બનવાની સલાહ આપી હતી.

ઈવીએમ પર ફરી ઉઠ્યા સવાલો

જગતાપે સુપ્રીમ કોર્ટમાં ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતી કરાયેલી અરજીઓને નોંધતાં કહ્યું કે, ‘VVPAT સ્લિપની તપાસ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટે 5% VVPAT સ્લિપ ગણવાની ભલામણ કરી હતી, પરંતુ તે પણ થયું નથી. જો આ સિસ્ટમમાં કોઈ ખામી છે, તો તેની તપાસ કરવી જોઈએ અને તેમાં ફેરફાર કરવો જોઈએ. બેલેટ પેપર સાથે છેડછાડની શક્યતા ખતમ થઈ ગઈ છે.’

મહાયુતિએ આપ્યો જવાબ

શિવસેનાના દીપક કેસરકરે ચૂંટણી પંચ પાસે કડક કાર્યવાહીની માંગ કરતા કહ્યું કે, ‘ચૂંટણી પંચ બંધારણીય ઓથોરિટી છે, અને ભાઈ જગતાપે માફી માંગવી જોઈએ." ભાજપના ધારાસભ્ય અને દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ આને શરમજનક નિવેદન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, ‘ભારતીય લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થા વિશ્વ માટે એક ઉદાહરણ સમાન છે. કોંગ્રેસ જ્યારે પણ ચૂંટણી હારે છે ત્યારે ઘબરાઈ જાય છે.’ હરિયાણાના મંત્રી રાજેશ નાગરે પણ નિવેદનને અયોગ્ય ઠેરવતાં લોકતંત્રની વ્યવસ્થા પર સવાલો ઉઠાવવા બદલ ભાઈ જગતાપની ટીકા કરી છે.