CJP પ્રોટેસ્ટના પડઘા: દિલ્હીમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ, 57 મેટ્રો સ્ટેશન સહિત 4 કિ.મી. વિસ્તારમાં પ્રતિબંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Internet Services Suspended: દિલ્હી પોલીસે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે દિલ્હીમાં જનપથ-કર્તવ્ય પથ ક્રોસિંગના 4 કિલોમીટરના વિસ્તારમાં આજે રાત્રે 10 વાગ્યાથી કાલે રાત્રે 10 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા બાદ જાહેર કરવામાં આવેલા આ આદેશમાં ટેલિકોમ ઓપરેટરોને ટેલિકમ્યુનિકેશન્સ ઍક્ટ, 2023 અને સંબંધિત નિયમો હેઠળ મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
CJP ને જંતર-મંતર પર પ્રદર્શનની મંજૂરી ન મળી
આ અગાઉ દિલ્હી પોલીસે જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) તરફથી યોજાનારા પ્રસ્તાવિત પ્રદર્શનને પરવાનગી આપી નથી. દિલ્હી પોલીસે પ્રદર્શનની માંગ ફગાવી દીધી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ વડાઓને (DGP) પત્ર લખીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના નિર્દેશ આપ્યા છે.
25 હજાર સુરક્ષાકર્મીઓ, 57 મેટ્રો સ્ટેશન બંધ
પ્રસ્તાવિત પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યા છે, જેના હેઠળ 25 હજાર સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે, તેમજ રાજધાનીમાં 57 મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સરહદી વિસ્તારો, બસ ટર્મિનલ, હોટલો અને અન્ય સંવેદનશીલ સ્થળો પર પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે.
સમગ્ર દિલ્હીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ વ્યાપક સુરક્ષા વ્યવસ્થાનો મુખ્ય હેતુ પ્રદર્શનકારીઓને જંતર-મંતર પર અનધિકૃત ધરણા કરવાથી રોકવાનો અને સમગ્ર શહેરમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાનો છે. સુરક્ષા બંદોબસ્ત માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની એટલે કે, CAPFની 120થી વધુ કંપનીઓ તૈનાત કરવામાં આવે તેવી શક્યતા છે. સાવચેતીના ભાગરૂપે સમગ્ર દિલ્હીમાં દારૂની દુકાનો આજે અને કાલે બંને દિવસ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
રોડ-રસ્તા પણ બંધ રાખવા નિર્ણય
દિલ્હી પોલીસની વિનંતી પર રાજીવ ચોક, નવી દિલ્હી, કેન્દ્રીય સચિવાલય અને પટેલ ચોક સહિત 57 દિલ્હી મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને નિકાસ દ્વાર રાત્રે 9 વાગ્યાથી આગામી સૂચના સુધી બંધ રહેશે. આ સાથે જ અસંખ્ય રાજ્યોમાંથી દિલ્હી આવતી ઘણી ટ્રેનો પણ રોકી દેવામાં આવી છે.




