India

મસ્કે પોસ્ટ કરી 'શું અંબાણી ભારતના અસલી બોસ?' રાહુલ ગાંધીનું રિએક્શન પણ વાયરલ

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
ઈલોન મસ્કે ભારતમાં સ્ટારલિંકના લાયસન્સને લઈ સવાલ ઉઠાવ્યો છે. તેમણે પોસ્ટ કરી પૂછ્યું કે, "શું અંબાણી ભારતના અસલી બોસ છે?" મસ્કના આ નિવેદન બાદ રાહુલ ગાંધીએ પોસ્ટનો જવાબ આપતા કહ્યું, "ભારતમાં આપનું સ્વાગત છે, ઈલોન." આ મામલે સરકાર પર પસંદગીના ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લાગ્યો છે. મસ્કે 165થી વધુ દેશોમાં લાયસન્સ મળ્યા છતાં ભારતમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મસ્કે પોસ્ટ કરી 'શું અંબાણી ભારતના અસલી બોસ?' રાહુલ ગાંધીનું રિએક્શન પણ વાયરલ

Elon Musk Starlink License Controversy: ભારતમાં સ્ટારલિંકની એન્ટ્રી થવાનો મામલો હવે વિવાદનું કારણ બન્યો છે. મસ્કે આ પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે કેટલાક ભારતીય ઉદ્યોગપતિઓ દ્વારા સ્ટારલિંકને આવતા રોકવામાં આવી રહ્યું છે. જે બાદ ભારત સરકારે તેમની વાતનો જવાબ આપતાં આ આરોપોને ફગાવી દીધા હતા. ત્યારબાદ ગુરુવારે મોડી સાંજે મસ્કે વધુ એક પોસ્ટ કરીને વિવાદ વધુ મોટો કર્યો હોય તેમ લાગી રહ્યું છે.

ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરી કે-'શું અંબાણી ભારતના અસલી બોસ છે?' હવે તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, તેવામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ મસ્કને પ્રતિક્રિયા આપી છે.

સ્ટારલિંકને દુનિયાના 165થી વધુ દેશોમાં લાયસન્સ મળી ચૂક્યું છે: ઇલોન મસ્ક

ટેસ્લા અને સ્પેસએક્સના હેડ ઇલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક યુઝરની પોસ્ટનો જવાબ આપતા લખ્યું હતું કે સરકાર ભારતીય નાગરિકોના હિતોના બદલે પસંદગીના મૂડીપતિઓને બચાવવામાં વધુ રસ ધરાવે છે. આ જ પોસ્ટ સંદર્ભે જવાબ આપતા મસ્કે લખ્યું, 'સ્ટારલિંકને દુનિયાના 165થી વધુ દેશોમાં લાયસન્સ મળી ચૂક્યું છે અને કંપનીએ છેલ્લા પાંચ વર્ષથી ભારત સરકારના દરેક નિયમ અને કાયદાનું પાલન કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે, છતાં દેશમાં હજુ સુધી લાયસન્સ કેમ નથી મળ્યું?' જેના તુરંત બાદ મસ્કે લખ્યું-'શું અંબાણી ભારતના અસલી બોસ છે?'

રાહુલ ગાંધી બોલ્યા- ભારતમાં આપનું સ્વાગત છે ઇલોન

ઇલોન મસ્કના આ નિવેદન પછી તુરંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતાં લખ્યું, 'ભારતમાં આપનું સ્વાગત છે, ઇલોન. ત્યાં સુધી રાહ જુઓ જ્યાં સુધી તમે બીજી વ્યક્તિને નથી શોધી લેતા.' બીજી તરફ રાહુલના નિવેદન પર ઇલોન મસ્કે પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે લખ્યું, 'થેંક્યુ રાહુલ. આ ખરેખર પરેશાન કરનારું છે.'

જણાવી દઈએ કે વિપક્ષો લાંબા સમયથી દેશમાં પસંદગીના ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા રહ્યા છે અને મસ્કના નિવેદને આ મુદ્દાને એકવાર ફરી હવા આપી દીધી છે. મસ્કે પહેલાં પણ નામ લીધા વગર કેટલાક કદાવર ઉદ્યોગપતિઓ પર પોતાની મોનોપોલીને જાળવી રાખવા માટે સ્ટારલિંકની એન્ટ્રી રોકવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ભારત સરકાર આ તમામ આરોપોને પહેલા જ ફગાવી ચૂકી છે અને તેમનું કહેવું છે કે દેશમાં તમામ કંપનીઓ માટે નિયમ એકસમાન છે.