રસ્તા પર ખાડાથી ત્રસ્ત વાહનચાલકોએ 'પોઇન્ટ'ની પણ ચિંતા કરવી પડશે, સરકાર લાવી રહી છે 'ગ્રેડિંગ સિસ્ટમ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Driving License Rules: India Plans Negative Point Grading System Says Nitin Gadkari | જો તમે ભારતમાં વાહન ચલાવો છો કે નવું ડ્રાઇવિંગ લાઇસન્સ લેવાનું વિચારી રહ્યા છો, તો કેન્દ્ર સરકાર તમારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવા જઈ રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે સરકાર વાહનચાલકો માટે નવી 'ગ્રેડિંગ સિસ્ટમ' લાગુ કરવાની યોજના બનાવી રહી છે. આ નવી સિસ્ટમ હેઠળ ટ્રાફિક નિયમોના દરેક ઉલ્લંઘન પર ચાલકના લાઇસન્સમાંથી ચોક્કસ પોઇન્ટ કાપી લેવામાં આવશે.
જો વારંવાર નિયમો તોડવાના કારણે આ નેગેટિવ પોઇન્ટ્સ નિર્ધારિત મર્યાદા વટાવી જશે, તો ચાલકનું ડ્રાઇવિંગ લાઇસન્સ ચોક્કસ સમય માટે સસ્પેન્ડ કરી દેવામાં આવશે અથવા વધુ ગંભીર કિસ્સાઓમાં કાયમી ધોરણે રદ પણ થઈ શકે છે.
શું છે આ ગ્રેડેડ અથવા નેગેટિવ પોઇન્ટ સિસ્ટમ?
- આ સૂચિત માળખા હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સને ડિજિટલ સ્કોરકાર્ડ જેવું બનાવવામાં આવશે.
- સિગ્નલ તોડવું, ઓવરસ્પીડિંગ કે રોંગ સાઇડ ડ્રાઇવિંગ જેવા દરેક ટ્રાફિક વાયોલેશન પર લાઇસન્સમાંથી નેગેટિવ પોઇન્ટ કપાશે.
- જ્યારે નેગેટિવ પોઇન્ટ્સનો આંકડો નક્કી કરેલી થ્રેશોલ્ડ લિમિટથી વધી જશે, ત્યારે લાઇસન્સ સસ્પેન્ડ થશે અને વારંવાર આવું કરનારા ટેવાયેલા ગુનેગારોનું લાઇસન્સ સંપૂર્ણપણે રદ કરવામાં આવશે.
- નીતિન ગડકરીના જણાવ્યા મુજબ, સરકાર જવાબદાર વાહનચાલકો અને વારંવાર નિયમો તોડનારા લોકો વચ્ચે સ્પષ્ટ ભેદરેખા ઊભી કરવા માંગે છે.
સારા ડ્રાઇવર્સને ઇનામ અને બેદરકારોને મોટો દંડ
- નવી સિસ્ટમમાં સારા વાહનચાલકોને પ્રોત્સાહિત કરવાની જોગવાઈ પણ વિચારણા હેઠળ છે.
- જે ચાલકોનો ડ્રાઇવિંગ રૅકોર્ડ સ્વચ્છ અને નિયમબદ્ધ રહેશે, તેમને વીમા કંપનીઓ તરફથી ઇન્શ્યોરન્સ પ્રીમિયમમાં છૂટછાટ મળી શકે છે.
- નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારાઓને ક્રમશઃ વધુ આકરા દંડ અને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.
દરેક વાયોલેશન પર નેગેટિવ પોઇન્ટ્સ મળશે અને ચોક્કસ પોઇન્ટ્સ એકઠા થતાં જ લાઇસન્સ સસ્પેન્ડ અથવા કાયમ માટે રદ થઈ જશે. અમારો હેતુ માર્ગ અકસ્માતો ઘટાડીને નિર્દોષ લોકોના જીવ બચાવવાનો છે.
— નીતિન ગડકરી, કેન્દ્રીય મંત્રી
જોકે રસ્તા પર મસમોટા ખાડા અને ભૂવાથી કંટાળેલી પ્રજા આ નવા નિયમોને કેવી રીતે સ્વીકારે છે તે જોવાનું રહ્યું.




