India

'એ બાળકીના સવાલનો કોઈ જવાબ છે તમારી પાસે...?', રાહુલ ગાંધીએ PM મોદીને પૂછ્યો પ્રશ્ન

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 19 સપ્ટેમ્બરે ઇન્દોરમાં 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમમાં જોડાયા હતા. અહીં એક વિદ્યાર્થીનીએ ગામડામાંથી આવતી યુવતીઓની હોસ્ટેલ અને રહેવા-જમવાના ખર્ચની સમસ્યા રજૂ કરી. રાહુલે આવાસ ભથ્થા મુદ્દે વડાપ્રધાન મોદીને સવાલ કર્યા. બીજી તરફ, ભાજપે રાહુલ પર વડાપ્રધાનની સ્વર્ગીય માતા વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી પર હસવાનો આરોપ લગાવ્યો, જેને શરમજનક ગણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

'એ બાળકીના સવાલનો કોઈ જવાબ છે તમારી પાસે...?', રાહુલ ગાંધીએ PM મોદીને પૂછ્યો પ્રશ્ન

Rahul Gandhi Indore Event : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તાજેતરમાં 19 સપ્ટેમ્બરના રોજ મધ્ય પ્રદેશના ઇન્દોર ખાતે યોજાયેલા 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ સંવાદ સત્ર દરમિયાન એક વિદ્યાર્થીનીએ ગામડામાંથી શહેરમાં અભ્યાસ કરવા આવતી યુવતીઓની હોસ્ટેલ અને રહેવા-જમવાના ખર્ચની ગંભીર સમસ્યા રજૂ કરી હતી. વિદ્યાર્થીનીએ સવાલ ઉઠાવ્યો હતો કે સરકાર પાસે અન્ય કામો અને દીવા પ્રજ્વલિત કરવા માટે નાણાં છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવા કેમ નથી?

વડાપ્રધાનને સવાલ અને આવાસ ભથ્થાનો મુદ્દો

આ ચર્ચા બાદ રાહુલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સવાલોની ઝડી વરસાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રહેવાની યોગ્ય સગવડ અને સુરક્ષિત જગ્યાના અભાવે તેમજ મોંઘવારીના સમયમાં પૂરતું આવાસ ભથ્થુ ન મળવાને કારણે અનેક દીકરીઓ પોતાનો અભ્યાસ અધૂરો છોડી દેવા મજબૂર બને છે. રાહુલે સીધો સવાલ પૂછ્યો હતો કે શું વડાપ્રધાન પાસે આ દીકરીના પ્રશ્નનો કોઈ જવાબ છે? આ કાર્યક્રમમાં શિક્ષણ, રોજગાર અને યુવાનોના અન્ય પ્રશ્નો પર પણ વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.

ભાજપનો પલટવાર: માતાના અપમાન પર રાજકારણનો આરોપ

બીજી તરફ, આ કાર્યક્રમમાં બનેલી એક ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ભાજપના નેતા મનજિન્દર સિંહ સરસાએ આરોપ લગાવ્યો છે કે કાર્યક્રમ દરમિયાન એક સ્ટેન્ડઅપ કમેડિયને વડાપ્રધાનની મિમિક્રી કરતી વખતે તેમની સ્વર્ગીય માતા વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરી હતી, અને રાહુલ ગાંધી આ વાત પર હસી રહ્યા હતા. ભાજપના નેતાઓએ આ આચરણને અત્યંત શરમજનક અને સંસ્કારોની વિરુદ્ધ ગણાવતા જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન સર્વોપરી છે અને રાજકીય વિરોધ વચ્ચે આ પ્રકારનો ઉપહાસ સહન કરી શકાય નહીં.