અંતરિક્ષમાં આજે ભારત રચશે ઈતિહાસ, NASA-ISRO મિશન કરશે લોન્ચ, પૃથ્વી પર રાખશે નજર!
NASA-ISRO Joint Mission: પૃથ્વી પર નજર રાખનારા સેટેલાઇટ નાસા-ઇસરો સિંથેટિક અપર્ચર રડાર (નિસાર) બુધવારે (30 જુલાઈ) લૉન્ચ કરવામાં આવશે. ઇસરોનું GSLV-F16 રોકેટ બુધવારે સાંજે 5:40 વાગ્યે નિસાર સાથે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઉડાન ભરશે અને સેટેલાઇટને સૂર્ય-સમકાલિકન ધ્રુવીય કક્ષામાં સ્થાપિત કરશે.
લૉન્ચિંગની ઉલટી ગણતરી શરૂ
આ મહત્ત્વકાંક્ષી મિશન માટે 27:30 કલાકની ઉલટી ગણતરી મંગળવારે બપોરે 2:10 વાગ્યે શરૂ થઈ. ઈન્ટરનેટ મીડિયા પર જાહેર અપડેટમાં ઇસરોએ કહ્યું કે, GSLV-F16, નિસાર કક્ષામાં લઈ જવા માટે તૈયાર છે. અંતિમ તૈયારી ચાલી રહી છે. લૉન્ચિંગની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર, LoC નજીકના જંગલોમાં સર્ચ ઓપરેશન
આ મિશન સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 102મું લૉન્ચિંગ હશે
GSLV-F16 ભારતના જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલની 18મી ઉડાન છે. આ મિશન સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 102મું લૉન્ચિંગ હશે. આ સૂર્ય-સમકાલિન ધ્રુવીય કક્ષામાં જતા GSLV રોકેટનું પહેલું મિશન પણ છે.
GSLV રોકેટનું પહેલું મિશન પણ છે.
જોકે ISRO એ ભૂતકાળમાં પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહો લૉન્ચ કર્યા છે, જેમાં રિસોર્સસેટ અને રીસેટનો સમાવેશ થાય છે. જોકે, આ ઉપગ્રહોથી એકત્રિત ડેટા ભારતીય વિસ્તાર સુધી જ સીમિત હતું. 2392 કિ.ગ્રા વજનવાળું નિસાર ધરતી પર નજર રાખનારૂં સેટેલાઇટ છે.
આ પણ વાંચોઃ અગ્રણી અર્થશાસ્ત્રી અને પદ્મશ્રી મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે લંડનમાં નિધન
આખી ધરતી પર નજર રાખશે નિસાર
ઇસરો અને નાસા મળીને પહેલીવાર એવું સેટેલાઇટ લૉન્ચ કરી રહ્યું છે, જે આખી ધરતી પર નજર રાખશે. નિસાર પ્રત્યેક 12 દિવસો પર આખીય પૃથ્વીની ભૂમિ તેમજ બર્ફીલી સપાટીને સ્કેન કરશે. આ એક સેન્ટીમીટર સ્તર સુધીની સટીક ફોટો ક્લિક કરવા તેમજ તેને પ્રસારિત કરવામાં સક્ષમ છે.
ઇસરો દ્વારા વિકસિત એસ-બેન્ડ રડાર લગાવાયું
આમાં નાસા તરફથી તૈયાર એલ-બેન્ડ અને ઇસરો દ્વારા વિકસિત એસ-બેન્ડ રડાર લગાવવામાં આવ્યું છે. જેણે વિશ્વમાં સૌથી ઉન્નત માનવામાં આવી રહ્યું છે. આ ટેક્નિકલ પ્રાકૃતિક આફત જેમ કે, ભૂકંપ, ત્સુનામી, જ્વાળામુખી વિસ્ફોટ, ભૂસ્ખલન તેમજ પૂરની રિયલ-ટાઇમ મોનિટરિંગમાં મદદ કરશે.