જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર, LoC નજીકના જંગલોમાં સર્ચ ઓપરેશન
Encounter in Poonch: જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સેનાના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં આતંકવાદીઓ પ્રવૃત્તિઓ જોવા મળી હતી, જેના પગલે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળોની ટીમ પર ગોળીબાર કર્યો. તેના જવાબમાં સુરક્ષા દળોની ટીમે અથડામણમાં બંને આતંકવાદીઓને ઠાર કર્યા.
પૂંછમાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર
સુરક્ષા દળોએ વધુમાં જણાવ્યું કે દેગવાર સેક્ટરમાં LoC (લાઈન ઓફ કંટ્રોલ) નજીક શંકાસ્પદ પ્રવૃત્તિઓની માહિતી મળી હતી. જેના આધારે સેનાએ તરત જ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, જેના જવાબમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા.
આ પણ વાંચો: ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું : પાંચના મોત
વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તેજ કરવામાં આવ્યું
સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓ પાકિસ્તાનથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અથડામણ પછી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન વધુ તેજ કરવામાં આવ્યું છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે કોઈ અન્ય આતંકવાદી આ વિસ્તારમાં છુપાયેલો ન હોય.