India

ગણેશ વિસર્જન માટે જતા શ્રદ્ધાળુઓને ઘેરી ફાયરિંગ અને બોમ્બમારો, ફાયરિંગ....અંગત અદાવતમાં કાનપુરમાં ધીંગાણું

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
કાનપુરના ફત્તેપુર ગામે ગણેશ વિસર્જન યાત્રા પર 2 ડઝન જેટલા દબંગોએ હુમલો કર્યો. જૂની અદાવતમાં થયેલા આ હુમલામાં ફટાકડા ફેંકી તોડફોડ કરાઈ, જેમાં 1 મહિલા સહિત 4 લોકો ઘાયલ થયા. બાઈકોને પણ નુકસાન થયું. પોલીસે 1 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગણેશ વિસર્જન માટે જતા શ્રદ્ધાળુઓને ઘેરી ફાયરિંગ અને બોમ્બમારો, ફાયરિંગ....અંગત અદાવતમાં કાનપુરમાં ધીંગાણું

ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના ફત્તેપુર ગામ પાસેથી પસાર થઈ રહેલી ગણેશ વિસર્જન યાત્રા પર અચાનક કેટલાક તોફાની તત્વો દ્વારા હુમલો કરવામાં આવતા ભારે અફરા-તફરી મચી ગઈ હતી. આ હુમલા દરમિયાન બે ડઝન જેટલા અસામાજિક તત્વોએ યાત્રાને ઘેરીને ધડાધડ ફટાકડાના બોમ્બ ફેંકવાની સાથે સાથે તોડફોડ શરૂ કરી હતી. જેના કારણે રસ્તા પર ભારે અફરાતફરી મચી ગઈ હતી. અનેક યુવકો નીચે પટકાયા હતા. આ હિંસામાં એક મહિલા સહિત ચાર જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે બાઈકોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. હતી.

ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન હુમલો

પ્રાપ્ત વિગતો અનુસાર, હનમંત વિહારના ગલ્લા મંડી કેડીએ કોલોનીના રહેવાસી અર્પિત શુક્લાએ ઘરમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરી હતી અને ગુરુવારે સાંજે તેઓ પોતાના મિત્રો સાથે બાઈક પર સવાર થઈને નહેર તરફ વિસર્જન માટે નીકળ્યા હતા. ડીજે અને વાજતે-ગાજતે આગળ વધી રહેલી આ યાત્રા જ્યારે ફત્તેપુર ગામ પાસે પહોંચી ત્યારે અગાઉથી જ હુમલાની ફિરાકમાં બેઠેલા શખ્સોએ સૌથી આગળ ચાલી રહેલા મૂર્તિવાળા ટ્રેક્ટરને અટકાવ્યું હતું. ત્યારબાદ આશરે બે ડઝન લોકોએ યાત્રાને ઘેરી લીધી હતી અને અચાનક ફટાકડાના બોમ્બથી ધડાકા કરતા ભયનો માહોલ સર્જાયો હતો. જેથી ટ્રેક્ટરમાં રહેલી મહિલાઓ અને બાળકો આસપાસના ખેતરમાં જીવ બચાવવા માટે ભાગ્યા હતા.

જૂની અદાવતમાં હુમલો

આ હુમલા પાછળ જૂની અદાવત અને અગાઉનો વિવાદ મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. અર્પિત શુક્લાના જણાવ્યા મુજબ, ગત વર્ષે મોહલ્લામાં રહેતા શોભિત સિંહ રાણા સાથે વિવાદ થયો હતો અને તે અંગે હનમંત વિહાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. શોભિત આ કેસ પાછો ખેંચવા માટે સતત દબાણ કરી રહ્યો હતો અને તે જ જૂની અદાવતનું મનદુખ રાખીને ફત્તેપુર ગામે પોતાના મામાના ઘરે રહીને આ પૂર્વ આયોજિત હુમલો કરાવ્યો હતો. આ ઘટનાનો એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં વિસર્જન દરમિયાન અચાનક થયેલા ધડાકા અને અફરા-તફરી સ્પષ્ટ જોઈ શકાય છે.