India

સરકારનાં પ્રયત્નો છતાં સમગ્ર દેશમાં ખાંડનાં ઉંચા ભાવ યથાવત

By GS Team
30 Aug 20261 min read
TukuTouch Logo
સરકારના પ્રયાસો છતાં દેશભરના મોટાભાગના રિટેલ બજારોમાં ખાંડનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોથી વધુ રહ્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા મુજબ, રવિવારે ખાંડનો સરેરાશ ભાવ 64.24 રૂપિયા પ્રતિ કિલો હતો, જે એક સપ્તાહમાં 1.77% વધ્યો છે. દિલ્હીમાં 62, મુંબઈમાં 66 અને રાંચીમાં 68 રૂપિયા ભાવ નોંધાયો. 10 લાખ ટન કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાત છતાં ભાવ ઘટ્યા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

સરકારનાં પ્રયત્નો છતાં સમગ્ર દેશમાં ખાંડનાં ઉંચા ભાવ યથાવત

નવી દિલ્હી : સરકારે ખાંડનાં ભાવ ઘટાડવાનાં પ્રયત્નો કર્યા હોવા છતાં દેશનાં મોટા ભાગનાં રીટેલ બજારોમાં ખાંડની કીંમત પ્રતિ કીલો ૬૦ રૂપિયાથી વધારે રહી છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં
આવ્યું છે.
ગ્રાહક બાબતોનાં મંત્રાલયનાં આંકડા અનુસાર રવિવારે ખાડનો દેશમાં સરેરાશ ભાવ ૬૪.૨૪ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. જે એક સપ્તાહ અગાઉ ૬૩.૧૨ રૂપિયા પ્રતિ કીલો હતો. એટલે કે એક સપ્તાહમાં ૧.૭૭ ટકાનો વધારો જોવા મળ્યો છે.
વર્તમાન ભાવ એક મહિનાની સરખામણીમાં ૩૦ ટકા અને છેલ્લા એક વર્ષની સરખામણીમાં ૩૮.૬૩ ટકા વધારે છે. ૩૦ ઓગસ્ટે એક કીલોૌ ખાંડનો સૌથી વધુ રીટેલ ભાવ ૭૪ રૂપિયા અને સૌથી ઓછો રીટેલ ભાવ ૪૦ રૂપિયા નોંધવામાં આવ્યો હતો.
શહેરોની વાત કરવામાં આવે તો એક કીલો ખાંડનો ભાવ દિલ્હીમાં ૬૨ રૂપિયા, મુંબઇમાં ૬૬ રૂપિયા, ચેન્નાઇમાં ૬૩ રૂપિયા અને રાંચીમાં ૬૮ રૂપિયા નોંધવામાં આવ્યો છે.
જથ્થાબંધ ભાવ ૫૯.૭૩ રૂપિયા રહ્યો છે જે એક મહિનાની સરખામણીમાં ૩૧ ટકા અને એક વર્ષની સરખામણીમાં ૩૮.૬૩ ટકા વધારે છે. એક સપ્તાહ અગાઉ જથ્થાબંધ ભાવ ૫૮.૬૬ રૂપિયા હતો.
સરકાર દ્વારા ૧૦ લાખ ટન કાચી ખાંડની ડયુટી ફ્રી આયાતને મંજૂરી આપવામાં આવ્યા પછી પણ સમગ્ર દેશમાં ખાંડનાં રીટેલ અને જથ્થાબંધ ભાવમાં ઘટાડો જોવા મળ્યો નથી.