India

બિહારમાં RJDને ભાજપ કરતા વધુ વોટ મળ્યા છતાં કેમ હાર થઈ, સમજો આંકડાનું ગણિત

By GS TEAM
15 Nov 20252 mins read
TukuTouch Logo
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યમાં NDAની જંગી બહુમતી સાથે સરકાર બની રહી છે. ભાજપ, જેડીયુ અને લોકજનશક્તિ-રામવિલાસ (LJP-RV)ના શાનદાર પ્રદર્શનથી NDA ગઠબંધન 202 બેઠકો જીતવામાં સફળ રહ્યું. બીજી તરફ, આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મહાગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો અને તે માત્ર 35 બેઠકો પર જ સમેટાઈ ગયું. તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ (RJD) પણ માત્ર 25 બેઠકો જ જીતી શકી. જોકે, આટલી મોટી હાર છતાં, બે આંકડાકીય મામલાઓમાં RJD બિહારની નંબર વન પાર્ટી બની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહારમાં RJDને ભાજપ કરતા વધુ વોટ મળ્યા છતાં કેમ હાર થઈ, સમજો આંકડાનું ગણિત

Bihar election Results : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે રાજ્યમાં NDAની જંગી બહુમતી સાથે સરકાર બની રહી છે. ભાજપ, જેડીયુ અને લોકજનશક્તિ-રામવિલાસ (LJP-RV)ના શાનદાર પ્રદર્શનથી NDA ગઠબંધન 202 બેઠકો જીતવામાં સફળ રહ્યું. બીજી તરફ, આરજેડી, કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મહાગઠબંધનને કારમી હારનો સામનો કરવો પડ્યો અને તે માત્ર 35 બેઠકો પર જ સમેટાઈ ગયું. તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ (RJD) પણ માત્ર 25 બેઠકો જ જીતી શકી. જોકે, આટલી મોટી હાર છતાં, બે આંકડાકીય મામલાઓમાં RJD બિહારની નંબર વન પાર્ટી બની છે. 

ભાજપ અને આરજેડીની તુલના... 

ઉલ્લેખનીય છે કે ભાજપે આ વખતે 101 બેઠક પર તો આરજેડીએ 144 બેઠકો પર ચૂંટણી લડી હતી. જોકે બંને પક્ષોને મળેલા વોટની વાત કરીએ તો ભાજપને 101 બેઠક પર ચૂંટણી લડીને 1,00,81,143 વોટ મળ્યા હતા. જ્યારે આરજેડીની વાત કરીએ તો તેને 144 બેઠક પર ચૂંટણી લડીને 1,15,46,055 વોટ મળ્યા હતા. આ રીતે આરજેડીને લગભગ 15 લાખ જેટલા વોટ વધુ મળ્યા હતા પરંતુ કુલ સીટો મેળવવામાં નિષ્ફળ રહી હતી. 

વોટ શેરમાં RJD સૌથી આગળ, પરંતુ મહાગઠબંધન નિષ્ફળ

ચૂંટણીમાં મળેલા કુલ મતોની ટકાવારી (વોટ શેર)ની દ્રષ્ટિએ, RJD આ ચૂંટણીમાં સૌથી આગળ રહી છે. પરંતુ મહાગઠબંધનના અન્ય કોઈ પણ પક્ષને જોઈએ એવા મત મળ્યા નથી. બીજી બાજુ ગણિત એવું પણ હોઈ શકે છે ઘણી સીટો પર વોટ તો મળ્યા પરંતુ પાતળી સરસાઈથી JDU અને ભાજપ સામે RJDને હારનો સામનો કરવો પડ્યો છે.

RJDને કુલ 23 ટકા વોટ મળ્યા છે, જે કોઈપણ પક્ષ કરતાં સૌથી વધુ છે. પરંતુ મહાગઠબંધનના અન્ય પક્ષોનો ફિયાસ્કો થયો હતો. જ્યારે NDAમાં ભાજપ, જેડીયુ અને એલજેપી ત્રણેયને પોતાની સીટ શેરિંગ પ્રમાણે ભારે વોટ મળ્યા હતા જેને કારણે NDAએ સપાટો બોલાવ્યો હતો. ભાજપને 20.08 ટકા મળ્યા, નીતીશ કુમારની પાર્ટી જેડીયુ 19.25 ટકા વોટ શેર સાથે ત્રીજા સ્થાને રહી, જ્યારે કોંગ્રેસને માત્ર 8.71 ટકા મતદારોએ જ પસંદ કરી. 

એનડીએએ સપાટો બોલાવ્યો 

ઉલ્લેખનીય છે કે બિહારની ચૂંટણીમાં એનડીએએ સપાટો બોલાવતા 202 બેઠકો પર જીત નોંધાવી હતી. જેમાં ભાજપ 89 બેઠક જીતીને સૌથી મોટો પક્ષ બની ગયો હતો. જ્યારે આરજેડીના ખાતામાં ફક્ત 25 જ બેઠકો આવી હતી.