Get The App

ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 13ના મોત, અનેક ઈજાગ્રસ્ત

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
ધુમ્મસના કારણે હાઈવે પર ગાડીઓનો થપ્પો! અકસ્માત બાદ 7 બસો-4 કારમાં આગ, 13ના મોત, અનેક ઈજાગ્રસ્ત 1 - image


Low Visibility Causes Multi-Vehicle Pile-Up in Mathura : ગાઢ ધુમ્મસના કારણે આજે વહેલી સવારે દિલ્હી-આગ્રા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સ્મરજાયો. મંગળવારે વહેલી સવારે મથુરામાં એક બાદ એક બસો અને કારનો અકસ્માત થયો. જેમાં 13 લોકોના મોત થયા છે જ્યારે 20થી વધુ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

4 લોકોના કરુણ મોત 

વિઝિબિલિટી ન હોવાના કારણે 7 બસો અને 4 કાર એક બાદ એક ટકરાઈ. જે બાદ ભીષણ આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબૂ મેળવી લીધો છે. મથુરા જિલ્લાના SSP શ્લોક કુમારે 4 મોતની પુષ્ટિ કરી હતી. જોકે બાદમાં મૃત્યુઆંક વધીને 13 પહોંચી ગયો છે. હજુ પણ ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે. 

એક બાદ એક ગાડીઓ અથડાઈ 

અકસ્માત યમુના એક્સપ્રેસ-વે પર માઈલસ્ટોન-127 નજીક થયો. બસો આગ્રાથી નોઇડા તરફ જઈ રહી હતી અને ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. 7માંથી 6 બસો સ્લીપર બસો હતી જ્યારે 1 રોડવેઝ બસ હતી. 

અકસ્માત બાદ સુરક્ષા કારણોસર માર્ગ થોડા સમય માટે બંધ કરી દેવાયો છે. અધિકારીઓનું કહેવું છે કે અકસ્માતનું કારણ જાણવા ઊંડી તપાસ શરૂ કરી દેવાઈ છે.