India

દિલ્હી CMને લાફો ઝીંકનાર ગુજરાતી નીકળ્યો, પોલીસે આરોપી રાજકોટનો હોવાનો કર્યો ખુલાસો

By GS Team
20 Aug 20252 mins read
This article was originally published on 20 Aug 2025
TukuTouch Logo
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે લોક દરબાર દરમિયાન હુમલો કરનારાની ઓળખ થઈ ગઈ છે. આ હુમલાખોરની તાત્કાલિક ધોરણે ધરપકડ થઈ હતી. સૂત્રો મુજબ, દિલ્હી પોલીસની પ્રારંભિક પૂછપરછમાં હુમલાખોરે પોતાનું નામ રાજેશ ખીમજીભાઈ સાકરિયા જણાવ્યું છે. તે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી CMને લાફો ઝીંકનાર ગુજરાતી નીકળ્યો, પોલીસે આરોપી રાજકોટનો હોવાનો કર્યો ખુલાસો

Delhi CM Rekha Gupta: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે લોક દરબાર દરમિયાન હુમલો કરનારાની ઓળખ થઈ ગઈ છે. આ હુમલાખોરની તાત્કાલિક ધોરણે ધરપકડ થઈ હતી. સૂત્રો મુજબ, દિલ્હી પોલીસની પ્રારંભિક પૂછપરછમાં હુમલાખોરે પોતાનું નામ રાજેશ ખીમજીભાઈ સાકરિયા જણાવ્યું છે. તે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે.

હુમલાખોરની વય 41 વર્ષની છે. આ હુમલામાં રેખા ગુપ્તાના માથા પર સામાન્ય ઈજા થઈ હોવાનું ભાજપ પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા રોજની જેમ સવારે સાત વાગ્યે પોતાની ઓફિસમાં લોક દરબાર કરી રહ્યા હતા. જ્યાં રોજિંદા સેંકડો લોકો પોતાની ફરિયાદો લઈને તેમની પાસે આવે છે. આ હુમલાખોર પણ એક બેગ અને હાથમાં થોડા કાગળો સાથે મુખ્યમંત્રી નજીક આવ્યો હતો.

આ પણ વાંચોઃ BIG NEWS : દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ

CM રેખા ગુપ્તા પર હુમલો કરનાર હુમલાખોર રાજેશ સાકરિયા

આ રીતે કર્યો હુમલો

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર, હુમલાખોર ફરિયાદના બહાને મુખ્યમંત્રી નજીક પહોંચ્યો હતો. શરૂઆતમાં તેણે મુખ્યમંત્રીને અમુક કાગળ આપ્યા અને બાદમાં જોર-જોરથી બૂમો પાડવા લાગ્યો હતો. તે દરમિયાન જ તેણે CM રેખા ગુપ્તા પર હુમલો કરી દીધો હતો. મુખ્યમંત્રીને માથાના ભાગ પર સામાન્ય ઈજા થઈ હતી. હાલ તેઓ સુરક્ષિત છે. ભાજપ નેતાઓએ આ હુમલા પાછળ રાજકીય ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી છે.

41 વર્ષીય રાજેશ માનસિક રીતે બીમાર

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લાફો ઝીંકી દેનારો રાજેશ માનસિક રીતે બીમાર હોવાનું તેની માતાએ જણાવ્યું છે. રાજેશની માતા ભાનુ બેને જણાવ્યું હતું કે, મારા દિકરાનું માનસિક સ્વાસ્થ્ય ઠીક નથી. તે પરિવારના સભ્યો પર પણ અવારનવાર હુમલા કરે છે. અમે તેની સારવાર કરાવવા સમર્થ નથી. તે રિક્ષા ચલાવે છે. જો કે, તેણે અગાઉ ક્યારેય કોઈ બહારની વ્યક્તિ પર હુમલો કર્યો નથી. તે પશુઓને પ્રેમ કરે છે. તેમને ભોજન આપે છે. તે પડોશી સાથે પણ સારી રીતે વર્તે છે. પડોશીએ પણ રાજેશ માનસિક રીતે બીમાર હોવાનું જણાવ્યું હતું.

સીસીટીવી ફૂટેજની તપાસ

દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ આ મામલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો અક્ષમ્ય ગુનો છે. એક મહિલા, એક દીકરી જે રાત-દિવસ દિલ્હીવાસીઓની સેવામાં જોડાયેલી છે. તેના પર હુમલો કરનારા અને કરાવનારાઓ કાયર છે. બંને ગુનેગાર છે. જ્યારે ગુનેગાર તર્ક અને તથ્યોના આધારે વાત કરવા સક્ષમ ન હોય ત્યારે તે આ પ્રકારનો ગુનો કરે છે. આ અત્યંત શરમજનક અને નિંદનીય ઘટના છે. પોલીસ આ મામલે સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે.