India

દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ 'થ્રીમા' પર રચ્યું હતું ષડયંત્ર

By GS TEAM
13 Nov 20252 mins read
TukuTouch Logo
દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ અધિકારીઓના અનુસાર, ફરીદાબાદ ખાતે અલ-ફલાહ યુનિવર્સિટીથી જોડાયેલા ત્રણ ડોક્ટરોએ આ ષડયંત્રમાં ભાગ લીધો હતો અને તેઓ સ્વિસ એપ 'થ્રીમા'ના માધ્યમથી એકબીજા સાથે સંપર્કમાં હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલ્હી વિસ્ફોટ મામલે મોટો પર્દાફાશ, આતંકી ડોક્ટરોએ 'થ્રીમા' પર રચ્યું હતું ષડયંત્ર

Delhi Blast: દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો થયો છે. પોલીસ અધિકારીઓના અનુસાર, ફરીદાબાદ ખાતે અલ-ફલાહ યુનિવર્સિટીથી જોડાયેલા ત્રણ ડોક્ટરોએ આ ષડયંત્રમાં ભાગ લીધો હતો અને તેઓ સ્વિસ એપ 'થ્રીમા'ના માધ્યમથી એકબીજા સાથે સંપર્કમાં હતા. ગુરૂવારે પોલીસે આ વાતની માહિતી આપી. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ ત્રણેય શંકાસ્પદ (ડૉ. ઉમર ઉન નબી, ડૉ. મુઝમ્મિલ ગનઈ અને ડૉ. શાહીન શાહિદ) કથિત રીતે આ ઇન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપનો ઉપયોગ આતંકી યોજનાને તૈયાર કરવા અને વાતચીત કરવા માટે કરતા હતા.

તપાસ ટીમને આશંકા છે કે, આરોપી ડોક્ટરોએ સુરક્ષિત વાતચીત અને પોતાની ઓળખ છુપાવી રાખવાના ઉદ્દેશ્યથી એક ખાનગી 'થ્રીમા' સર્વર તૈયાર કર્યું હતું. આ સર્વરનો ઉપયોગ કથિત રીતે દિલ્હી બ્લાસ્ટના ષડયંત્રથી જોડાયેલા ગુપ્ત દસ્તાવેજો અને નકશાઓને શેર કરવા માટે થયો હતો.


પોલીસના એક અધિકારીએ કહ્યું કે, ષડયંત્રની ઊંડાણપૂર્વક (જેમ કે લોકેશનની માહિતી આપનવી અને કામ વહેંચણી કરવી) તેને ખાનગી નેટવર્ક દ્વારા નક્કી કરાઈ. ગોપનીયતા વધારવા માટે 'થ્રીમા' બંને પક્ષોને સંદેશ ડિલીટ કરવાની છૂટ આપે છે અને કોઈ ડેટા સ્ટોર નથી કરતું, જેનાથી મેસેજને ટ્રેસ કરવા વધુ મુશ્કેલ બની જાય છે.

એક અધિકારીએ જણાવ્યું કે, સામાન્ય મેસેજ પ્લેટફોર્મથી ઉલટ 'થ્રીમા'માં રજીસ્ટ્રેશન માટે ફોન નંબર કે ઈમેઈલની જરૂર નથી પડતી, જેનાથી યુઝર્સની માહિતી મેળવવી મુશ્કેલ બની જાય છે. આ એપ દરેક યુઝરને એક અનોખી આઈડી આપે છે, જે કોઈ મોબાઈલ નંબર કે સીમથી જોડાયેલી નથી હોતી. સાથે જ આ 'એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન'ની સુવિધા આપે છે અને ખાનગી સર્વર પર ચલાવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવે છે.

જોકે, તપાસ ટીમ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, ગ્રુપનું ખાનગી સર્વર ભારતમાં હતું કે વિદેશમાં, અને કયા મોડ્યૂલના બાકી સભ્યોને તેની સત્તા હતી.

બીજી તરફ તપાસ એજન્સીઓને આશંકા છે કે સોમવારે વિસ્ફોટકો ભરેલી કાર ચલાવનારા ઉમર અને તેમના સાથીઓએ ફરીદાબાદથી એક લાલ ઇકોસ્પોર્ટ કારનો ઉપયોગ એમોનિયમ નાઇટ્રેટના પરિવહન અને સંગ્રહ માટે ઉપયોગ કર્યો હતો. સૂત્રો ઉમરને મોડ્યુલનો સૌથી કટ્ટર સભ્ય અને તમામ આરોપી ડોકટરો વચ્ચેની કડી ગણાવે છે, અને કહે છે કે મુઝમ્મિલ સહિત અન્ય શંકાસ્પદોની ધરપકડ પછી તેણે કથિત રીતે પોતાનો ફોન બંધ કરી દીધો હતો અને ડિજિટલ કનેક્શન કાપી નાખ્યા હતા.

વધુમાં, શંકાસ્પદોએ રાજધાનીમાં વારંવાર ગુપ્ત દેખરેખ રાખી હતી. આ ગેંગ શ્રેણીબદ્ધ વિસ્ફોટોનું કાવતરું ઘડી રહી હતી અને જ્યારે તેઓ પકડાયા ત્યારે તેમના હેન્ડલરોની અંતિમ સૂચનાઓની રાહ જોઈ રહી હતી. પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં ઐતિહાસિક સ્થળો અને અગ્રણી સંસ્થાઓની આસપાસ વિસ્ફોટ માટે આશરે 32 વાહનો તૈયાર કરવામાં આવી રહ્યા હતા.