India

3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી

By GS Team
21 Sep 20263 mins read
TukuTouch Logo
બંગાળની ખાડીમાં સંભવિત 'અર્નબ' વાવાઝોડાને કારણે આગામી અઠવાડિયે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તરીય અંદમાન સમુદ્રમાં લો પ્રેશર બનતાં સોમવારે તે વધુ મજબૂત બની શકે છે. IMD દ્વારા સત્તાવાર ઍલર્ટ બાકી છે, પરંતુ આ વર્ષનું પ્રથમ ચક્રવાત બનવાની શક્યતા છે. કેટલાક જિલ્લાઓમાં 40-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

3 રાજ્યોમાં વાવાઝોડું અર્નબ ત્રાટકવાની આશંકા! બંગાળની ખાડીમાં મોટી હલચલ, અતિ ભારે વરસાદની આગાહી

Cyclone Arnab Alert Heavy Rainfall: બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું સર્જાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી અઠવાડિયે ભારતના ત્રણ રાજ્યોમાં વર્ષનું પ્રથમ ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' દસ્તક આપી શકે છે. જોકે, આ અંગે પરિસ્થિતિ પૂરી રીતે સ્પષ્ટ નથી અને માત્ર પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યા છે.

બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા

ચોમાસાની વિદાય મોટા વિનાશ સાથે થઈ શકે છે. ઉત્તરીય અંદમાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં દબાણનું ક્ષેત્ર (લો પ્રેશર) બની રહ્યું છે, જે સોમવારે વધુ મજબૂત બની શકે છે. જોકે, આ ચક્રવાતી વાવાઝોડા 'અર્નબ'માં પરિવર્તિત થશે કે નહીં, તેને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે, તેની અસર પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં થઈ શકે છે. IMD એટલે કે ભારતીય હવામાન વિભાગ તરફથી સત્તાવાર ઍલર્ટ જાહેર કરવાનું બાકી છે. જો આમ થશે, તો અર્નબ આ વર્ષનું પ્રથમ ચક્રવાતી વાવાઝોડું હશે.

પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં વાવાઝોડું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવામાન નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, દબાણનું ક્ષેત્ર હાલમાં ઉત્તરીય અંદમાન સમુદ્ર અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં સ્થિત છે. તેની દિશા પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફ છે. શક્યતાઓ સેવાઈ રહી છે કે તે સોમવારે પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. સાથે જ બુધવારે સવારે તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે છે, અને બંગાળની ખાડીના મધ્ય અને ઉત્તરીય ક્ષેત્રમાં પહોંચી શકે છે.

ક્યાં થશે અસર?

અલીપુર હવામાન વિભાગના કાર્યાલયને ટાંકીને જણાવાયું છે કે, પશ્ચિમ બંગાળ પર ચક્રવાત અર્નબની અસર થઈ શકે છે. સાથે જ તેની અસર શુક્રવાર સુધી રહેવાની શક્યતા છે. રિપોર્ટ અનુસાર, દબાણનું ક્ષેત્ર ઉત્તર આંધ્રપ્રદેશના કિનારા અને દક્ષિણ ઓડિશા તરફ આગળ વધી રહ્યું છે. બંગાળમાં સોમવારે ઓછો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ મંગળવારથી તેમાં વધારો નોંધાઈ શકે છે.

ભારે વરસાદની આગાહી

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મંગળવારથી ઝડપી વરસાદનો દોર શરૂ થઈ શકે છે અને બુધવારથી શુક્રવાર સુધી ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ગાજવીજ અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મિદનાપુરમાં તેની વધુ અસર માનવામાં આવે છે. આ સિવાય દક્ષિણ 24 પરગણા, પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર, પશ્ચિમ વર્ધમાન, બીરભૂમ, મુર્શિદાબાદ, પુરુલિયા અને ઝારગ્રામમાં ભારે વરસાદની શક્યતા છે.

ક્યાં ક્યાં ઍલર્ટ જાહેર?

સોમવારે ઉત્તર બંગાળમાં ઓછો વરસાદ થવાની શક્યતા છે. માલદા, ઉત્તર અને દક્ષિણ દિનાજપુર માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બુધવાર અને ગુરુવારે જલપાઈગુડી અને દાર્જિલિંગમાં મૂશળધાર વરસાદ પડી શકે છે. શુક્રવારે જલપાઈગુડીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. શનિવાર માટે દાર્જિલિંગ, કાલિમપોંગ, જલપાઈગુડી અને ઉત્તર દિનાજપુર માટે યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

કેવી રહેશે અસર?

હવામાન નિષ્ણાતો હજુ સુધી એ નક્કી કરી શક્યા નથી કે, જો આ સિસ્ટમ ચક્રવાત અર્નબમાં ફેરવાશે, તો તેની અસર કેટલી ગંભીર હશે. સ્કાયમેટના રિપોર્ટ અનુસાર, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સંભવિત ચક્રવાતના દાયરામાં આવી શકે છે. જોકે, આ રાજ્યો પર તેની વ્યાપક અસર થશે કે કેમ તે હજુ નક્કી નથી.

ચોમાસાની વિદાય શરૂ

બીજી તરફ, ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસાની વિદાય (Monsoon Withdrawal) શરૂ થઈ ગઈ છે, અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી તે પાછું ખેંચાઈ રહ્યું છે. IMDના પૂર્વાનુમાન મુજબ, 25થી 28 સપ્ટેમ્બર વચ્ચે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે. વિદર્ભ અને મરાઠાવાડામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની અપેક્ષા છે. નિશ્ચિત સમય કરતાં મોડું પ્રવેશનારું ચોમાસું પાછું ખેંચાવવામાં પણ વિલંબ કરી રહ્યું છે, અને 17ના બદલે 19 સપ્ટેમ્બરથી વિદાયની પ્રક્રિયા શરૂ થયેલી માનવામાં આવે છે.