India

લ્યો બોલો... બિહારમાં ‘ક્રાઈમ’ છે, પણ ‘અપરાધ’ નથી ! CM સમ્રાટ ચૌધરીનું હાસ્યાસ્પદ નિવેદન, VIDEO વાયરલ

By GS Team
3 Nov 20262 mins read
TukuTouch Logo
બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી દિલ્હી પ્રવાસ દરમિયાન કાયદો-વ્યવસ્થા અંગેના વિચિત્ર નિવેદનને કારણે વિવાદમાં સપડાયા છે. તેમણે દાવો કર્યો કે બિહારમાં 'અપરાધ'નો કોન્સેપ્ટ ખતમ થઈ ગયો છે, માત્ર 'ક્રાઇમ' થઈ શકે. આ વીડિયો વાયરલ થતાં RJD નેતા તેજસ્વી યાદવે તેમની અને PM મોદીની મજાક ઉડાવી, જેનાથી રાજ્યમાં રાજકીય ગરમાવો વધ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

લ્યો બોલો... બિહારમાં ‘ક્રાઈમ’ છે, પણ ‘અપરાધ’ નથી ! CM સમ્રાટ ચૌધરીનું હાસ્યાસ્પદ નિવેદન, VIDEO વાયરલ

Bihar CM Samrat Choudhary Bizarre Statement Viral : બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પોતાના એક અજીબોગરીબ નિવેદનને કારણે વિપક્ષના નિશાના પર આવી ગયા છે. દિલ્હી પ્રવાસ દરમિયાન તેમણે કાયદો અને વ્યવસ્થા અંગે વાત કરતા દાવો કર્યો હતો કે બિહારમાં હવે અપરાધનો કોન્સેપ્ટ જ ખતમ થઈ ગયો છે, અહીં માત્ર ‘ક્રાઇમ’ થઈ શકે છે પણ ‘અપરાધ’ નહીં. મુખ્યમંત્રીના આ વિચિત્ર તર્કનો વીડિયો વાયરલ થતાં જ RJD નેતા તેજસ્વી યાદવે તેના પર કટાક્ષ કરીને સરકારને ઘેરી છે.

'અપરાધનો કોન્સેપ્ટ ખતમ, ક્રાઇમ થઈ શકે': સમ્રાટ ચૌધરીનો વિચિત્ર દાવો

દિલ્હી પ્રવાસના ત્રીજા દિવસે મીડિયા સમક્ષ વાત કરતા મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘અમારે ત્યાં કોઈ અપરાધ નથી. અપરાધનો કોન્સેપ્ટ જ પૂરો થઈ ગયો છે. ક્રાઇમ થઈ શકે છે, પરંતુ અપરાધ કે અપરાધી નહીં.’ મુખ્યમંત્રી દ્વારા ક્રાઇમ અને અપરાધ વચ્ચે કરવામાં આવેલા આ અસમંજસભર્યા તફાવતને લઈને હવે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

તેજસ્વી યાદવે ઉડાવી મજાક, PM મોદી પર પણ સાધ્યું નિશાન

મુખ્યમંત્રીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતા તેજસ્વી યાદવે કટાક્ષ કર્યો હતો કે, ‘બિહારમાં 'Crime' થઈ શકે પણ 'અપરાધ' નહીં! દેશવાસીઓ, આ વાત 7 હત્યાઓના આરોપી અને મોદીજી દ્વારા પસંદ કરાયેલા મુખ્યમંત્રી કહી રહ્યા છે.’ આ સાથે જ તેમણે સમ્રાટ ચૌધરીની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા હતા.

અધિકારીઓ અને વહીવટીતંત્ર પર ઉઠાવ્યા સવાલો

તેજસ્વી યાદવે વધુમાં કટાક્ષ કરતા પૂછ્યું કે, ‘મંચ પર બેઠેલા IAS અને IPS અધિકારીઓ આવા મુખ્યમંત્રી સાથે કામ કરીને સન્માનિત અનુભવે છે કે અપમાનિત? શું નરેન્દ્ર મોદીજીએ આ વ્યક્તિના હાથે બિહારને બરબાદ કરાવવાની સોપારી લીધી છે?’ મુખ્યમંત્રીના આ નિવેદન બાદ બિહારમાં કાયદો-વ્યવસ્થા અને સુરક્ષાના મુદ્દે રાજકીય નિવેદનબાજી વધુ તેજ બની ગઈ છે.