Get The App

Day 5 of lockdown: 195 દેશમાં 30,360 મોત, ઇટાલીમાં મોતને ભેટનારાનો આંકડો 10 હજારને પાર

Updated: Mar 29th, 2020

GS TEAM

Google News
Google News
Day 5 of lockdown: 195 દેશમાં 30,360 મોત, ઇટાલીમાં મોતને ભેટનારાનો આંકડો 10 હજારને પાર 1 - image

અમદાવાદ, તા. 29 માર્ચ 2020, રવિવાર

ભારતમાં લોકડાઉનનો આજે પાચમો દિવસ છે. દુનિયાના તમામ 195 દેશ કોરોનાની ચપેટમાં છે. શનિવારે રાત સુધીમાં સમગ્ર વિશ્વમાં 6,53,907 લોકો સંક્રમિત હોવાની પુષ્ટી કરવામાં આવી છે જ્યારે 30,360 લોકો મોતને ભેટ્યાં છે. દરમિયાન 1,39,591 લોકો સ્વસ્થ પણ થઈ ગયા છે. 

ઇટાલીની વાત કરવામાં આવે તો શનિવારે રાતે કુલ મોતનો આંકડો 10 હજારને પાર પહોંચી ગયો છે. સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 832 લોકોએ શ્વાસ છોડ્યાં છે. સરકારે મહામારી સામે લડવા સેના તૈનાત કરી છે. બ્રિટનમાં મોતનો આંકડો શનિવારે 1,019 પહોંચી ગયો છે. જ્યાં કુલ 17,089 કેસ સામે આવી ચૂક્યાં છે. રશિયા 30મી માર્ચથી તમામ સીમા સીલ કરી દેશે.


કોરોનાને હરાવવા મે ઘણા કડક નિર્ણય લીધા, તે માટે દેશવાસીઓની માફી માગુ છું: PM મોદી
PM મોદીએ આજે મન કી બાતમાં કોરોના વાઈરસ વિશે કહ્યુ કે સૌથી પહેલા હુ દેશવાસીઓની માફી માગુ છું. કેટલાક એવા નિર્ણય લેવા પડ્યા છે જેના કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે. કેટલાક લોકો મારાથી નારાજ પણ હશે, હુ આપની મુશ્કેલી સમજુ છુ, મારી પાસે કોરોના વિરૂદ્ધની લડતમાં આ સિવાય કોઈ અન્ય માર્ગ નહોતો. Read More


અમદાવાદમાં કોરોનાને લઈને વધુ એક દર્દીનું મોત, ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 5 થયો
અમદાવાદમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયુ છે. અમદાવાદમાં એક 45 વર્ષીય પુરૂષનું મોત નીપજ્યુ છે. ગુજરાતમાં કોરોના વાયરસ હાહાકાર દેશી મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના ગુજરાતમાં 55 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે પાંચ વ્યક્તિના મોત નિપજ્યા છે. Read More


અમેરિકા 100 દિવસમાં એક લાખ વેન્ટિલેટર તૈયાર કરશે, ભારત જેવા દેશોને પણ આપશે
અમેરિકી પ્રમુખ ટ્રમ્પે હવે કોરોના વિશે ઝડપથી નિર્ણયો લેવાની શરૂઆત કરી છે. આજે તેમણે જણાવ્યું હતુ કે અમેરિકા 100 દિવસમાં 1 લાખ વેન્ટિલેટર તૈયાર કરશે. એટલું જ નહીં જરૂરિયાતમંદ દેશોને પણ આ વેન્ટિલેટર અને અન્ય મેડિકલ સામગ્રી પૂરી પાડવામાં આવશે. Read More

Tags :