For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અમદાવાદમાં કોરોનાને લઈને વધુ એક દર્દીનું મોત, ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 5 થયો

- અમદાવાદના 45 વર્ષીય પુરૂષનું કોરોનાના કારણે મોત

Updated: Mar 29th, 2020

અમદાવાદમાં કોરોનાને લઈને વધુ એક દર્દીનું મોત, ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 5 થયો

અમદાવાદ, તા. 29 રવિવાર 2020 રવિવાર

અમદાવાદમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયુ છે. અમદાવાદમાં એક 45 વર્ષીય પુરૂષનું મોત નીપજ્યુ છે. ગુજરાતમાં કોરોના વાયરસ હાહાકાર દેશી મચાવી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના ગુજરાતમાં 55 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે પાંચ વ્યક્તિના મોત નિપજ્યા છે.

Article Content Image

આ દર્દી ડાયાબિટીસથી પીડાઈ રહ્યો હતો. આ પહેલાં અમદાવાદની એસવીજી હોસ્પિટલમાં સારવાર માટે મહિલાને 24મી માર્ચના રોજ ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ.  મહિલાને સ્થાનિક ચેપ લાગ્યો હતો. ત્યારે આ મહિલાને કોરોનાનો કાળ ભરખી ગયો છે.

Article Content Image

ભારત સહિત ગુજરાતમાં લોકો કોરોના વાયરસમાં સપડાઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 55 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદના 22 વ્યક્તિનો સમાવેશ થાય છે.

આ સાથે અમદાવાદમાં કોરોનાથી મૃત્યુઆંક 3 થયો છે અને રાજ્યમાં પાંચ શખ્સના કોરોનાથી મોત થયા છે. અમદાવાદમાં 3, 1 સુરત અને 1 ભાવનગરમાં અગાઉ મોત થઈ ચૂકયું છે.

Article Content Image



તમામ પ્રકારની સંભવિત સંક્રમણની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સુસજ્જઃ આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિ

ગઈકાલ સાંજથી  રાજ્યમાં કોરોનાના કુલ 58 કેસ : જયંતિ રવિ

- આજે સવાર સુધીમાં ત્રણ નવા કેસ નોંધાયા 

- ગુજરાતમાં કોરોના કોવીડ19 ના કુલ 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં ત્રણ નવા કેસ નોંધાયા છે.

- રાજ્યના ચારેય મહાનગરો સહિત જિલ્લા કક્ષાએ 5500 બેડની અલાયદી સુવિધા ઉભી કરાઈ

- રાજ્યમાં સરકારી-ખાનગી હોસ્પિટલ સહિત 2761 વેન્ટીલેટર ઉપલબ્ધ

- માસ્ક, દવાઓ, ઈક્વીપમેન્ટ તમામ રાજ્યોને જરૂરિયાત મુજબ પૂરા પાડવા ભારત સરકાર સુગ્રથિત રીતે આપશે : ગુજરાતે ઈન્ડેન્ટ મોકલી આપ્યુ જથ્થો આવવાનો શરૂ થઈ ગયો 

અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો, દુર્ભાગ્યવશ આજે આ વ્યક્તિનું નિધન થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશન થી ચેપ લાગ્યો હતો.આ ઉપરાંત 34 વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે. આમ ગઇકાલ સાંજથી અત્યાર સુધીમાં નવા ત્રણ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.

ગુજરાતમાં આ સાથે પાંચ વ્યક્તિઓના મૃત્યુ નીપજયા છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે સવારે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વડોદરામાં ત્રણ વ્યક્તિઓ કે જેમને પોઝિટિવ કેસ હતા તેઓ સારવાર પછી હવે સારા થઈ ગયા છે. આમ છતાં તેમને પ્રોટોકોલ પ્રમાણે 14 દિવસના આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે 19,661 વ્યક્તિઓ ક્વૉરેન્ટાઈન હેઠળ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ક્વૉરેન્ટાઈનનો ભંગ કરનાર 236 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

ડો. જયંતિ રવિએ ઉમેર્યું કે, રાજ્યમાં જે 58 કેસ પોઝીટીવ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 21, સુરતમાં 07, રાજકોટમાં 08, વડોદરામાં 09, ગાંધીનગરમાં 09, ભાવનગર, કચ્છ, મહેસાણા અને ગીર સોમનાથ સહિત પ્રત્યેક જિલ્લામાં એક-એક કેસ નોંધાયો છે.

તેમણે ઉમેર્યું કે, કોરોના વાયરસ સંદર્ભે સંભવિત સંક્રમણને અટકાવવા તથા પોઝીટીવ દર્દીઓને તત્વિરત સારવાર પૂરી પાડવા રાજ્યનું વહીવટી તંત્ર સૂંપૂર્ણ સજ્જ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી  નીતિનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને દરરોજ કોર કમિટીની બેઠકમાં જરૂરી માર્ગદર્શન અને યોગ્ય નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. 

રાજ્યના ચારેય મહાનગરો અને જિલ્લા કક્ષાએ 5500 જેટલા બેડની અલાયદી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં અમદાવાદ ખાતે 1200, સુરત ખાતે 500, વડોદરા ખાતે 250, રાજકોટ ખાતે 250 બેડની સુવિધાવાળી ખાસ કોવિડ હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે. એજરીતે રાજ્યના તમામ જિલ્લામાં 50 સરકારી અને 50 ખાનગી મળી અંદાજે 100 બેડની સુવિધા વાળી 3300 બેડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

તેમણે ઉમેર્યું કે, પોઝીટીવ કેસોના દર્દીઓ કે જે વધુ ક્રિટીકલ હોયતો તેમને વેન્ટીલેટરની જરૂરિયાત પડે તેવા કિસ્સાઓમાં સારવાર પૂરી પાડવા રાજ્યમાં કુલ 2761 વેન્ટીલેટર્સ ઉપલબ્ધ છે જેમાં 1061 સરકારી સંસ્થામાં અને 1761 ખાનગી સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. નવા વેન્ટીલેટર્સ ખરીદવાની પક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.  એન.જી.ઓ અને અન્ય સેવાભાવી સંસ્થાઓએ નવા વેન્ટીલેટર્સ પૂરા પાડવા માટેની તૈયારી દર્શાવાઈ છે. 

 દેશના તમામ રાજ્યોને માસ્ક, પીપીઈ (પર્સનલ પ્રોટેક્ટીવ ઈક્વીપમેન્ટ) સહિત દવાઓનો જથ્થો પૂરતા પ્રમાણમાં સમાન રીતે જરૂરિયાત મુજબ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા સુચારૂ રીતે સુગ્રથિત વ્યવસ્થા ઉભી કરાઈ છે એ માટે જે રાજ્યોનું ઈન્ડેક્ટ આવે એ મુજબ ફાળવણી કરાઈ રહી છે. આપણે પણ આપણી જરૂરિયાત મોકલી દીધી છે અને હવાઈ માર્ગે જથ્થો આવવાનો શરૂ પણ થઈ ગયો છે. 

Gujarat