ઓપરેશન સિંદૂરમાં IC-814 પ્લેન હાઈજેક અને પુલવામા હુમલાનું ષડ્યંત્ર રચનારા ઠાર: ભારતીય સેના
Indian ARMY Press Conference: ભારતીય સેનાએ રવિવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને 7 મે ના રોજ કરવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર'ની સિદ્ધિઓ વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપી હતી. ભારતીય સેનાના 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને 9 આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: વિશેષ સત્ર બોલાવો, ભવિષ્યના પડકારો સામે આપણે સૌ એકજૂટ: રાહુલ ગાંધીનો PM મોદીને પત્ર
ઓપરેશનમાં 100 થી વધુ આતંકવાદીઓ ઠાર
ભારતીય સેનાના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ રવિવારે માહિતી આપતાં કહ્યું કે, 'આ ઓપરેશનમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં IC-814 વિમાન હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ અને પુલવામા હુમલાના ગુનેગારોનો સમાવેશ થાય છે. '
9 આતંકવાદી છાવણીઓ પર કરાયું નિશાન
તેમણે વધુમાં કહ્યું કે, 'મને એ વાત પર કોઈ શંકા નથી કે અમે એક સંપૂર્ણ આશ્ચર્યજનક એટેક કર્યો હતો' 9 આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા આ હુમલાઓમાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે, જેમાં કેટલાર હાઈ વેલ્યુ ટારગેટ પણ સામેલ છે.
આ પણ વાંચો: સચિન, ધોની જ નહીં પણ આ 2 ક્રિકેટર્સનું પણ ભારતીય સૈન્ય સાથે રહ્યું છે કનેક્શન
યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદાસિર અહેમદને ઠાર મરાયા
સેનાની આ એર સ્ટ્રાઈકમાં યુસુફ અઝહર, અબ્દુલ મલિક રૌફ અને મુદાસિર અહેમદને ઠાર માર્યા હતા. ઉલ્લેખનીય છે કે, યુસુફ અઝહર IC-814 હાઇજેકિંગનો માસ્ટરમાઇન્ડ હતો અને તે જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો છે. અબ્દુલ મલિક રૌફ IC-814 હાઇજેકિંગ તેમજ પુલવામા હુમલાના કાવતરામાં સામેલ હતો.