Get The App

સચિન, ધોની જ નહીં પણ આ 2 ક્રિકેટર્સનું પણ ભારતીય સૈન્ય સાથે રહ્યું છે કનેક્શન

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
સચિન, ધોની જ નહીં પણ આ 2 ક્રિકેટર્સનું પણ ભારતીય સૈન્ય સાથે રહ્યું છે કનેક્શન 1 - image


India Pakistan Tension: ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ ગઈકાલે થયેલા ઉલ્લંઘનને ધ્યાનમાં લેતાં ભારતીય સેના એક્શન મોડમાં છે. સંરક્ષણ મંત્રાલયે અગાઉ આપેલા આદેશ મુજબ ચીફ આર્મી ટેરિટોરિયલના અધિકારીઓ અને સૈનિકોને એક્ટિવ ડ્યૂટી માટે બોલાવી શકે છે. આ ટેરિટોરિયલ આર્મીમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની, કપિલ દેવ, સચિન તેદુંલકર સામેલ છે. તેમાં અભિનવ બિન્દ્રા, મોહનલાલ, અનુરાગ ઠાકુર પણ અધિકારી છે.

ટેરિટોરિયલ આર્મી એ એક સ્વૈચ્છિક સંગઠન છે. જેમાં રોજગારીની ગેરેંટી નથી હોતી. પણ જરૂર પડે ત્યારે દેશસેવા માટે સેનામાં જોડાઈ શકો છો. પોલીસમાં જેમ હોમગાર્ડ સ્વૈચ્છાએ સેવા આપે છે. તેવી જ રીતે ભારતીય સેનામાં ટેરિટોરિયલ આર્મી સેવા આપે છે. આ સેનામાં સ્પોર્ટ્સ, રાજકારણ, અને મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જોડાઈ શકે છે. 

1. મહેન્દ્રસિંહ ધોની (ક્રિકેટર)

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ 2011માં ટેરિટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટનન્ટ કર્નલનો રેન્ક આપવામાં આવ્યો હતો. TA (ટેરિટોરિયલ આર્મી)ની પેરાશૂટ રેજિમેન્ટમાં સેવાઓ આપવા ટ્રેનિંગ આપવામાં આવે છે. ધોનીએ 2019માં જમ્મુ-કાશ્મીરમાં પોતાના યુનિટ સાથે સમય વિતાવ્યો હતો. જ્યાં તેણે સૈન્ય ગતિવિધિઓમાં ભાગ લીધો હતો.

2. કપિલ દેવ (ક્રિકેટર)

1983માં ભારતને પ્રથમ વર્લ્ડ કપ જીતાડી આપનારા કેપ્ટન કપિલ દેવે ટેરિટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટનન્ટ કર્નલ છે. તેઓ તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ સક્રિય છે. જો કે, તેમણે સેનાની નિયમિત ટ્રેનિંગ લીધી નથી.

3. શિખા પાન્ડે (ક્રિકેટર)

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્પીડ બૉલર શિખા પાન્ડે વાયુસેનામાં સ્ક્વોડ્રન લીડર છે. 2011માં તે એરફોર્સમાં સામેલ થઈ હતી. માર્ચ, 2014માં ભારત તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યો હતો.

આ પણ વાંચોઃ બિહારનું એક અનોખું ગામ, જ્યાં દરેક ઘરમાંથી એક વ્યક્તિ દેશસેવામાં, બાળપણથી જ સૈનિકની અપાય છે તાલીમ

4. અભિનવ બિન્દ્રા (શૂટર)

ભારતના પહેલા વ્યક્તિગત ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા (2008, બેઈજિંગ, ઓલમ્પિક) અભિનવ બિન્દ્રા 2011માં ટેરિટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટનન્ટ કર્નલ તરીકે જોડાયા હતા. તેમની નિમણૂક રમત-ગમત અને દેશ સેવા પ્રત્યે યોગદાનને સન્માનિત કરવા માટે હતી. 

5. મોહનલાલ (અભિનેતા) 

મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મોહનલાલ 2009માં ટેરિટોરિયલ આર્મીમાં માનદ લેફ્ટનન્ટ કર્નલ તરીકે જોડાયા હતા. તેઓ એકમાત્ર અભિનેતા છે. જેમને આ સન્માન મળ્યું છે. 'કીર્તિ ચક્ર' અને 'કુરૂક્ષેત્ર' જેવી સેના આધારિત ફિલ્મોમાં કામ કર્યા બાદ તેમણે ટેરિટોરિયલ આર્મીમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે આર્મીની ટ્રેનિંગ પણ લીધી હતી.

6. સચિન પાયલટ (રાજકારણ)

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સચિન પાયલટ 2012માં ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ તરીકે જોડાયા હતા. તેઓ પહેલાં કેન્દ્રીય મંત્રી હતી, જે આ આર્મીમાં અધિકારી બન્યા હોય.

7.  અનુરાગ ઠાકુર (રાજકારણ)

કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર 2016માં ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ તરીકે સામેલ થયા હતા. ભાજપના પહેલાં સાંસદ અનુરાગ ઠાકુર ટેરિટોરિયલ આર્મીમાં જોડાયા હતા.

સચિન, ધોની જ નહીં પણ આ 2 ક્રિકેટર્સનું પણ ભારતીય સૈન્ય સાથે રહ્યું છે કનેક્શન 2 - image

Tags :