India

'ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ...', પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર

By GS Team
15 May 20261 min read
TukuTouch Logo
કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. આ ભાવ વધારાને 'મોદીની વસૂલાત' ગણાવીને વિપક્ષે સોશિયલ મીડિયા પર મોરચો ખોલ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ...', પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધતાં કોંગ્રેસના સરકાર સામે પ્રહાર

Congress Slams 'Inflation Man' Modi : કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધારા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. આ ભાવ વધારાને 'મોદીની વસૂલાત' ગણાવીને વિપક્ષે સોશિયલ મીડિયા પર મોરચો ખોલ્યો છે.


પીએમ મોદી સામે તાક્યું નિશાન 

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3-3 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધારાની સાથે જ સીએનજી (CNG) ના ભાવમાં પણ પ્રતિ કિલોએ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દિલ્હીમાં હવે સીએનજીનો નવો ભાવ ₹79.09 પર પહોંચી ગયો છે. આ ભાવ વધારાને લઈને કોંગ્રેસે ટ્વિટ કરીને વડાપ્રધાન મોદીને 'ઇન્ફ્લેશન મેન' (Inflation Man) ગણાવ્યા છે.

કહ્યું - ચૂંટણી પતી જતા જ વસૂલી શરૂ 

કોંગ્રેસે પોતાના ટ્વિટમાં આરોપ લગાવ્યો છે કે ચૂંટણીઓ પૂરી થતાની સાથે જ મોદી સરકારની 'વસૂલાત' શરૂ થઈ ગઈ છે. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને કારણે તેલના ભાવ વધ્યા હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસે તેને જનતા પર લાદવામાં આવેલો આર્થિક બોજ ગણાવ્યો છે. આ ભાવ વધારાને કારણે સામાન્ય જનતાના પરિવહન ખર્ચ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે.