India

પેપર લીકના વિરોધમાં કોંગ્રેસની મોટી જાહેરાત, આવતીકાલે દેશભરમાં યોજશે વિશાળ કેન્ડલ માર્ચ

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
કોંગ્રેસે NEET પેપર લીક અને ગેરરીતિના વિરોધમાં 25 જુલાઈએ દેશવ્યાપી કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. દરેક જિલ્લા સ્તરે સાંજે યોજાનારી આ માર્ચ મહાત્મા ગાંધી કે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સમાપ્ત થશે. કોંગ્રેસે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી, વિદ્યાર્થીઓ અને વાલીઓને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પેપર લીકના વિરોધમાં કોંગ્રેસની મોટી જાહેરાત, આવતીકાલે દેશભરમાં યોજશે વિશાળ કેન્ડલ માર્ચ

Congress Candlelight March : દેશમાં NEET અને CBSE જેવી પરીક્ષાઓમાં પેપર લીક તેમજ ગેરરીતિઓના વિરોધમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી(AICC) દ્વારા શનિવાર, 25 જુલાઈના રોજ દેશવ્યાપી પ્રદર્શનનું આવાહન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સાથે એકજૂથતા દર્શાવવા માટે કોંગ્રેસ દરેક જિલ્લા સ્તરે સાંજે વિશાળ કેન્ડલ માર્ચ અને સત્યાગ્રહનું આયોજન કરશે.

ગાંધીજી અને બાબાસાહેબની પ્રતિમા પાસે સમાપન

કોંગ્રેસ સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલ દ્વારા 24 જુલાઈના રોજ તમામ પ્રદેશ સમિતિઓને આ અંગે પરિપત્ર મોકલવામાં આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિર્દેશ પર યોજાઈ રહેલી આ માર્ચ દરેક જિલ્લામાં મહાત્મા ગાંધી અથવા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમા સુધી જશે અને ત્યાં જ તેનું સમાપન થશે.

શિક્ષણ મંત્રીના તાત્કાલિક રાજીનામાની માગ

કોંગ્રેસના જણાવ્યા અનુસાર, પરીક્ષા પ્રણાલીની નિષ્ફળતાઓને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાયું છે. એક્ઝામ સિસ્ટમની 'ક્રેડિબિલિટી' ફરી સ્થાપિત કરવા માટે પાર્ટીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માગ પણ દોહરાવી છે.

વાલીઓ અને નાગરિકોને જોડાવા આહ્વાન

કોંગ્રેસે પોતાના તમામ પ્રદેશ, જિલ્લા અને બ્લોક સમિતિઓ સહિત વિવિધ વિભાગોને આ કાર્યક્રમમાં સક્રિય થવા સૂચના આપી છે. આ સાથે જ વિદ્યાર્થીઓ, યુવાનો, વાલીઓ અને નાગરિક સમાજના પ્રતિનિધિઓને 'શિક્ષણ બચાવો' અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.