ભારતમાં વરસાદ પછી ઠંડી પણ 'ગુમ' થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ગોડઝિલા અલ નીનો
- સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ હવામાન વિભાગની ચેતવણી : ભારત ડેન્જર ઝોનમાં
- ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી પાંચના મોત : બિહારમાં ગંગા સહિત ચાર નદીઓમાં જળસ્તર વધ્યું, પુનપુન નદીનો રિંગ બાંધ તૂટતા પટનામાં પૂરનું જોખમ
- પ્રયાગરાજમાં ગંગા અને યમુનાનું જળસ્તર વધતા યમુના કિનારે બનેલું પ્રેરણા સ્થળ જળબંબાકાર થયું
નવી દિલ્હી : ભારતમાં આ વર્ષે પ્રત્યેક મહિને હવામાનનું રૌદ્રરૂપ જોવા મળ્યું છે. ભયાનક હીટવેવથી લઈને મૂશળધાર વરસાદ અને અનેક જગ્યાએ ફ્લેશ ફ્લડના કારણે ભારે તારાજી થઈ હતી. જોકે, આગામી છ મહિના વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ હવામાન સંસ્થાએ પ્રશાંત મહાસાગરમાંથી સર્જાઈ રહેલા ગોડઝિલા અલ નીનોની ચેતવણી આપી છે, જેના કારણે ભારત હવે ડેન્જર ઝોનમાં આવી ગયું છે. અલ નીનોના કારણે ભારતમાં ચોમાસામાં અડધા દેશમાં દુકાળ જેવી સ્થિતિ છે. આવા સમયે હવે આગામી સમયમાં શિયાળાની ઠંડી પણ ગુમ થઈ શકે છે. બીજીબાજુ ઉત્તર પ્રદેશમાં ગુરુવારે ભારે વરસાદના કારણે પાંચ લોકોનાં મોત થયા હતા.
સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ હવામાન વિજ્ઞાાન સંગઠને અત્યંત ડરામણી ચેતવણી આપતા કહ્યું છે કે આપણી ધરતી હવે એક્સ્ટ્રીમ વેધર ડેન્જર ઝોનમાં પ્રવેશી ચૂકી છે. પ્રશાંત મહાસાગરમાં તિવ્ર ગતિએ તાપમાન વધી રહ્યું છે.
આ કારણે આ વર્ષે શિયાળાની અસર એકદમ ઘટી શકે છે. આ વખતે હાડથીજાવતી ઠંડીની અસર જોવા ના મળે તેવી પણ શક્યતા છે. ફેબુ્રઆરી ૨૦૨૭ સુધી ચાલનારા આ હવામાન ચક્રથી પાકને પણ ગંભીર નુકસાન થઈ શકે છે.
પ્રશાંત મહાસાગરમાં સર્જાઈ રહેલા ગોડઝિલા અલ નીનોથી હવામાનનું સંપૂર્ણ ચક્ર બગડવાની આશંકા છે. ભારતમાં આગામી છ મહિના માટે ભારે એલર્ટ જાહેર કરાઈ છે.
નિષ્ણાતોનું માનવું છે કે ભયાનક અલ નીનોના કારણે આ વર્ષે ચોમાસામાં વરસાદ ઓછો પડયો છે. દેશના ૩૫૦થી વધુ જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી છે. હવે શિયાળાની ઋતુ પણ ગુમ થઈ શકે છે. એટલે કે ઠંડી પડવાની શક્યતા ઓછી છે.
હવામાન વૈજ્ઞાાનિકો મુજબ જુલાઈમાં પ્રશાંત મહાસાગરમાં તાપમાન સામાન્ય કરતાં ૨ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. જુલાઈ અને ઓગસ્ટમાં પ્રશાંત મહાસાગરના પેટાળમાં પણ તાપમાન સામાન્ય કરતાં આઠ ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમ હોવાનું નોંધાયું હતું.
યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે કહ્યું કે, આગામી ૬થી ૮ મહિનામાં દુનિયાના મોટાભાગના વિસ્તારમાં ગરમીના જૂના બધા જ રેકોર્ડ તૂટી શકે છે.
દરમિયાન ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે. ઉત્તર પ્રદેશમાં વરસાદના કારણે પાંચ લોકોનાં મોત થયા હતા. બિહારમાં ગંગા સહિત ચાર નદીઓનું જળ સ્તર વધ્યું છે. પુનપુન નદી પર રિંગ બાંધ તૂટતા પટના શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગંગા નદીમાં જળસ્તર વધતા પટનામાં ગંગા કિનારે અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા છે.




