Get The App

VIDEO | માઉન્ટ આબુનું નામ બદલાશે! રાજસ્થાન સરકારની વિધાનસભામાં જાહેરાત

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO | માઉન્ટ આબુનું નામ બદલાશે! રાજસ્થાન સરકારની વિધાનસભામાં જાહેરાત 1 - image


Rajasthan City Renaming News : રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આજે(27 ફેબ્રુઆરી, 2026) વિધાનસભામાં ત્રણ ઐતિહાસિક શહેરોના નામ બદવાની ઘોષણા કરી છે. આ ત્રણ નામોમાં માઉન્ટ આબુ, કામા અને જહાજપુર શહેરોનો સમાવેશ થાય છે. સરકારે તેને રાજ્યની સાંસ્કૃતિક અસ્મિતા અને ઐતિહાસિક ઓળખને પુનઃસ્થાપિત કરવાની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું છે.

માઉન્ટ આબુ અબુરાજથી ઓળખાશે!

સિરોહી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ પર્વતીય પર્યટન સ્થળ માઉન્ટ આબુ હવે અબુરાજ તરીકે ઓળખાશે. અરવલ્લીની પર્વતપાળામાં આવેલું આ સ્થળ વર્ષોથી રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન રહ્યું છે. સરકારનું કહેવું છે કે, માઉન્ટ આબુનું નવું નામ 'અબુરાજ' એ તેની પ્રાચીન ઓળખ સાથે સંકળાયેલું છે. જેને હવે ઔપચારિક માન્યતા આપવામાં આવી છે.

કામા હવે 'કામવન' 

ભરતપુર જિલ્લાના ધાર્મિક મહત્ત્વ ધરાવતું શહેર કામા હવે 'કામવન'ના નામથી ઓળખવામાં આવશે. સરકાર અનુસાર આ નામ બ્રજ ક્ષેત્રના પ્રાચીન ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલું છે. છેલ્લા ઘણાં સમયથી સ્થાનિકો દ્વારા આ નામને પુનઃસ્થાપિત કરવાની માગ ઉઠી રહી હતી.

જહાલપુરનું નવું નામ 'યજ્ઞપુર'

ભીલવાડા જિલ્લાના ઐતિહાસિક નગર જહાલપુર હવે 'યજ્ઞપુર' તરીકે ઓળખાશે. સરકારનો દાવો છે કે, આ શહેર પ્રાચીન યજ્ઞ પરંપરાઓ અને ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલું છે, જેના કારણે નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાંસ્કૃતિક વારસાનું સન્માન કરવાની દલીલ

મુખ્યમંત્રીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, રાજ્યના સાંસ્કૃતિક વારસા અને લોકોની લાગણીઓનું સન્માન કરવું એ સરકારની પ્રાથમિકતા છે. તેમના મતે, સમય જતાં ઘણા સ્થળોના મૂળ નામો બદલાયા છે, જેનાથી તેમની ઐતિહાસિક ઓળખ ઝાંખી પડી ગઈ છે. નવા નામો એ વારસાને પુનર્જીવિત કરવાનો પ્રયાસ છે. ગેઝેટ નોટિફિકેશન જારી કરીને તમામ સરકારી રેકોર્ડ, તકતીઓ અને સાઇનબોર્ડ તબક્કાવાર બદલવામાં આવશે.

આ પણ વાંચો: રાજસ્થાનના બાલોતરામાં ટ્રેલર અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 7 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

ધારાસભ્યો માટે નવી સુવિધાઓ

ઘોષણા દરમિયાન મુખ્યમંત્રીએ ધારાસભ્યો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયોની પણ જાહેરાત કરી:

- વાર્ષિક મોંઘવારી ભથ્થા અનુસાર ખર્ચ સમાયોજનનો લાભ

- દરેક ધારાસભ્ય માટે એક મોબાઈલ ફોન અને એક ટેબ્લેટ

- ડિજિટલ કામગીરીને મજબૂત બનાવવા પર ભાર

સરકાર કહે છે કે, આનાથી જનપ્રતિનિધિઓને તેમના મતવિસ્તાર સંબંધિત કામમાં સુવિધા મળશે.