World

એન્થ્રોપિકની આવક 2028માં રૂ. 19.1 લાખ કરોડ થવાની સંભાવના

By GS Team
18 Aug 20261 min read
TukuTouch Logo
કેલિફોર્નિયામાં AI બૂમના કારણે ટેક કંપનીઓની રેકોર્ડ કમાણી થઈ રહી છે. Nvidiaની ત્રિમાસિક આવક રૂ. 7.8 લાખ કરોડ અને Microsoftની AI આવક રૂ. 3.53 લાખ કરોડ થઈ છે. AI ચિપ, ડેટા સેન્ટર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને સોફ્ટવેરની વધતી માંગને કારણે Anthropic અને OpenAI જેવી કંપનીઓ પણ મોટા ફાયદામાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એન્થ્રોપિકની આવક 2028માં રૂ. 19.1 લાખ કરોડ થવાની સંભાવના
  • એઆઈ બૂમથી કંપનીઓની રેકોર્ડ કમાણી
  • એનવીડિયાની ત્રિમાસિક આવક રૂ. ૭.૮ લાખ કરોડ માઈક્રોસોફ્ટનો એઆઈ રેવન્યુ રૂ. ૩.૫૩ લાખ કરોડ

કેલિફોર્નિયા : એઆઈ માટેના ચિપ, ડેટા સેન્ટર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, નેટવર્કિંગ અને એઆઈ સોફ્ટવેરની માંગ વધતા એનવીડિયા અને બ્રોડકોમ જેવી ચિપ કંપનીઓથી લઈને માઈક્રોસોફ્ટ અને ગૂગલ જેવી ટેક કંપનીઓને ફાયદો થઈ રહ્યો છે. બીજી તરફ, ક્લોડ બનાવતી એન્થ્રોપિક, ચેટજીપીટી બનાવતી ઓપનએઆઈ જેવી કંપનીઓની આવકમાં પણ ધરખમ વધારો થયો છે.
એન્થ્રોપિકના સંભવિત આઈપીઓ પહેલા કંપનીની આવકનો અંદાજ સામે આવ્યો છે. અહેવાલ મુજબ, એન્થ્રોપિકે ૨૦૨૮માં આવકનો અંદાજ આશરે ૨૦૦ અબજ ડોલરનો મૂક્યો છે. હાલના ડોલર રેટ પ્રમાણે આ રકમ આશરે રૂ. ૧૯.૧ લાખ કરોડ થાય છે. એન્થ્રોપિકે મે ૨૦૨૬માં જણાવ્યું હતું કે, તેની રેવેન્યુ રન રેટ ૪૭ અબજ ડોલરને પાર પહોંચી છે. ચેટજીપીટી દર મહિને ૨ અબજ ડોલરની કમાણી કરી રહી છે. જે વાર્ષિક ૨૪ અબજ ડોલરની કમાણી દર્શાવે છે.
માઈક્રોસોફ્ટની એઆઈ બિઝનેસ રન રેટ ૩૭ અબજ ડોલરને પાર પહોંચી છે. જે એક વર્ષમાં ૧૨૩ ટકાનો ઉછાળો દર્શાવે છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને પણ એઆઈ બિઝનેસને કારણે ફાયદો થઈ રહ્યો છે. ગૂગલ કલાઉડમાં એન્ટરપ્રાઈઝ એઆઈ સર્વિસ અને એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ વધી રહી છે. આંકડા સાબિત કરી રહ્યા છે કે, એઆઈ બૂમથી કંપનીઓ રેકોર્ડ કમાણી કરી રહી છે.