VIDEO: જેલમાંથી બહાર આવતાં જ કેજરીવાલનું મોટું નિવેદન આવ્યું સામે, જુઓ શું બોલ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CM Arvind Kejriwal Bail : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આખરે જેલમાંથી મુક્ત થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઇના કેસમાં પણ તેમને જામીન આપી દીધા હતા. જેલમાંથી છૂટતાં જ કેજરીવાલે આપ કાર્યકરો અને સમર્થકોની ભીડને સંબોધી હતી. તેમણે જેલથી છૂટતાં જ પહેલું નિવેદન આપતાં કહ્યું કે, આ લોકોને લાગ્યું કે કેજરીવાલને જેલમાં નાખી દઈશું તો એનો જુસ્સો ખતમ થઈ જશે પણ હું કહી દેવા માંગુ છું કે મારો જુસ્સો 100 ગણો વધી ગયો છે. કેજરીવાલે કહ્યું કે આ કાવતરાં પર સત્યનો વિજય થયો છે.
કેજરીવાલ બીજું શું શું બોલ્યાં?
કેજરીવાલે કહ્યું કે જેલની જાડી જાડી દીવાલો પણ કેજરીવાલના જુસ્સાને ખતમ ન કરી શકી. હું ભગવાનને પ્રાથર્ના કરું છું કે જેમ તેણે આજ સુધી મને રસ્તો બતાવ્યો એ જ રીતે મને આગળ પણ મદદ કરે અને હું દેશની સેવા કરું અને જે તાકાતો દેશના ભાગલા પાડવાના પ્રયાસો કરી રહ્યા છે અને દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે હું તેમની સામે લડતો રહું.
ભગવંત માન, સિસોદિયા સહિતના નેતાઓએ કેજરીવાલનું કર્યું સ્વાગત
આ પહેલાં અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ સહિત આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ જેલની બહાર પહોંચ્યા હતા, જ્યારે તેમનું ઢોલનગારાના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આપના કાર્યકરોએ ‘કેજરીવાલ આ ગયે’ના નારા લગાવ્યા હતા.
આ પણ વાંચો : દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ આખરે તિહાર જેલથી મુક્ત, આપ કાર્યકરો ખુશ
સત્યની જીત થઈ : સૌરભ ભારદ્વાજ અને આતિશી
આ અંગે આપના નેતા સૌરભ ભારદ્વાજ અને આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે અને કહ્યું કે, એકવાર ફરી તાનાશાહીની હાર થઈ છે અને સત્યની જીત થઈ છે.
બે જજોની બેન્ચે આપ્યો હતો ચુકાદો
જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન પર સુપ્રીમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ત્યારબાદ, ચર્ચા દરમિયાન સીબીઆઈ અને કેજરીવાલે પોતાની દલીલો રજૂ કરી હતી.









