India

ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી, બે સગીરની અટકાયત

By GS Team
9 Nov 20252 mins read
TukuTouch Logo
હરિયાણાના ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને ગોળી મારી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાય છે. ફાયરિંગની ઘટના મામલે પોલીસે બે સગીરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી, બે સગીરની અટકાયત

Student Shoots Classmate In Gurugram : હરિયાણાના ગુરૂગ્રામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને ગોળી મારી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને પગલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જણાય છે. ફાયરિંગની ઘટના મામલે પોલીસે બે સગીરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીએ ક્લાસમેટને મારી ગોળી

પોલીસને ગઈકાલે શનિવારે (8 નવેમ્બર) રાત્રે સેક્ટર 48માં એક કિશોરને ગોળી વાગી હોવાની જાણકારી મળી હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક સદર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત કિશોરને મેદાંતા હોસ્પિટલમાં લઈ જવાયો હતો. સમગ્ર મામલે પોલીસ અને FSLની ટીમ દ્વારા ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતી વખતે એક પિસ્તોલ, એક મેગેઝિન, પાંચ જીવતા કારતૂસ અને એક ખાલી કારતૂસ મળી આવી હતી. વધુમાં રૂમની અંદરના એક બોક્સમાંથી એક મેગેઝિન અને 65 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

ઈજાગ્રસ્ત કિશોરની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 'મારો દીકરો 11માં ધોરણમાં અભ્યાસ કરે છે. ગઈકાલે મારા દીકરાના સ્કૂલના મિત્રોનો ફોન આવ્યો હતો અને તેને મળવા માટે બોલાવી રહ્યા હતા. પરંતુ મે ના પાડી હતી. જોકે, તેના મિત્રો લેવા આવતા પછી મારા દીકરાને તેમની સાથે જવા દીધો હતો.'

શું છે સમગ્ર મામલો?

લગભગ બે મહિના પહેલા ઈજાગ્રસ્ત કિશોરનો તેના મિત્ર સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જેની દાઝ રાખીને મિત્રએ અન્ય સાથીઓ સાથે મળીને પીડિત કિશોરને તેમના ભાડાના મકાનમાં બોલાવ્યો હતો અને ગોળી મારી દીધી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત

પોલીસે આરોપી બંને સગીરની ગુરૂગ્રામથી અટકાયત કરી લીધી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, પીડિત અને આરોપી બંને સગીર છે અને એકજ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. આરોપી સગીરે તેના પિતાની લાયસન્સ વાળી પિસ્તોલ ઘરેથી લઈને ઘટનાને અંજામ આપ્યું હતું. ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવ અંગે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.