India

એક વર્ષ શાંતિ જાળવવાની શરતે અભિજિત દીપકે સહિતના CJP નેતાઓને છોડી મૂક્યા, ધ્રૂવ રાઠી પણ મુક્ત

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
રાજધાની દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે CJPનું આંદોલન ઉગ્ર બન્યું છે. મુખ્ય નેતાઓની અટકાયત બાદ રાષ્ટ્રીય સંગઠન પ્રભારી અજિંક્ય શિંદેએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કર્યો છે. તેમણે આજે, રવિવારે (11 ઓક્ટોબર) સવારે 10 વાગ્યે ફરી જંતર-મંતર તરફ કૂચ કરવાનું એલાન કર્યું છે. શિંદેએ દાવો કર્યો કે પોલીસ કાર્યવાહી સરકારનો ડર દર્શાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક વર્ષ શાંતિ જાળવવાની શરતે અભિજિત દીપકે સહિતના CJP નેતાઓને છોડી મૂક્યા, ધ્રૂવ રાઠી પણ મુક્ત

CJP Protest LIVE Updates : રાજધાની દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે શરૂ થયેલું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના મુખ્ય નેતાઓની અટકાયત બાદ પાર્ટીની કમાન સંભાળી રહેલા રાષ્ટ્રીય સંગઠન પ્રભારી અજિંક્ય શિંદેએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને આજે રવિવારે (11 ઓક્ટોબર) સવારે 10 વાગ્યે ફરી એકવાર જંતર-મંતર તરફ કૂચ કરવાનું એલાન કર્યું છે. ત્યારે બીજી બાજુ સીજેપીના ત્રણેય ટોચના નેતાઓ પણ કોર્ટમાંથી મુક્ત થઈ ગયા છે.

20261010263F.jpg
Live Updates
11 Oct 2026 | 05:08 AM

એક વર્ષ શાંતિ જાળવવાની શરતે છોડ્યા

વકીલ રત્ના સિંહે સોશિયલ મીડિયા પર સીજેપી નેતાઓની મુક્તિ વિશે જાણકારી આપી હતી અનેક હ્યું કે હાલમાં જજે સીજેપીના નેતા અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને એક વર્ષ માટે શાંતિ જાળવી રાખવાની શરતે છોડ્યા છે. બપોરે એક વાગ્યે હવે સીજેપીના આ ત્રણેય નેતાઓ પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે.  

11 Oct 2026 | 04:36 AM

CJP ના ત્રણેય નેતાઓ મુક્ત

ધ્રૂવ રાઠી બાદ સીજેપીના ત્રણેય મોટા નેતા અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પણ કોર્ટ દ્વારા છોડી દેવાનો હુકમ કરાયો છે. સીજેપીના ત્રણેય ટોચના લીડરને એક્ઝિક્યૂટિવ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

11 Oct 2026 | 04:09 AM

અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને કોર્ટમાં રજૂ કરાયા

દિલ્હી પોલીસ તરફથી એવા અહેવાલ છે કે સીજેપી નેતા અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા છે. ત્રણેયને એસીએમ સામે રજૂ કરાયા છે.  

11 Oct 2026 | 03:44 AM

દિલ્હીમાં સુરક્ષાના કડક બંદોબસ્ત: 30 હજારથી વધુ જવાનો તૈનાત

રવિવારે દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજધાનીમાં 30000 થી વધુ પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. રેલવે સ્ટેશનો, બસ ટર્મિનલ્સ અને સંવેદનશીલ સ્થળો પર પોલીસ દ્વારા સઘન નજર રાખવામાં આવી રહી છે.

11 Oct 2026 | 03:43 AM

અભિજિત દીપકે, સૌરવ દાસ અને રાંકાને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી

અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા હજુ પણ કસ્ટડીમાં છે. સૂત્રોના મતે, આ ત્રણેયને CrPC ની કલમ 107/151 હેઠળ સાવચેતી રૂપે અટકાયતમાં રાખવામાં આવ્યા છે. જો કે તેમની ઔપચારિક ધરપકડ કરવામાં આવી નથી અને તેમને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે. 

11 Oct 2026 | 03:43 AM

યુટ્યુબર ધ્રુવ રાઠી મુક્ત

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, યુટ્યુબર ધ્રુવ રાઠીને મોડી રાત્રે 3 વાગ્યે છોડી મૂકવામાં આવ્યા છે. જો કે, પોલીસે ચેતવણી આપી છે કે જો ફરીથી જંતર-મંતર આવવાનો પ્રયાસ કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

11 Oct 2026 | 03:10 AM

UN ની ચિંતા ભારતે ફગાવી

દિલ્હીમાં CJP (કોકરોચ જનતા પાર્ટી) ના પ્રદર્શન અને ધરપકડ પર સંયુક્ત રાષ્ટ્ર (UN) ની ચિંતાને ભારતે સખત શબ્દોમાં ફગાવી દીધી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ ભારતનો આંતરિક મામલો છે અને યુએનનું આ વલણ અસંગત અને અનાવશ્યક દખલ છે. ભારતે કડક શબ્દોમાં જણાવ્યું કે દેશનું બંધારણ શાંતિપૂર્ણ પ્રદર્શનનો અધિકાર આપે છે, પરંતુ સાર્વજનિક વ્યવસ્થા જાળવવી પણ એટલી જ જરૂરી છે. 

11 Oct 2026 | 02:45 AM

કાર્યકર્તાઓને હાકલ: "જ્યાં રોકે ત્યાં જંતર-મંતર બનાવી દો"

આજે યોજાનારા પ્રદર્શન અંગે રણનીતિ સ્પષ્ટ કરતા તેમણે કાર્યકર્તાઓ અને સમર્થકોને અપીલ કરી હતી કે, "રવિવારે સવારે 10 વાગ્યે તમામ લોકોએ ફરીથી મોટી સંખ્યામાં જંતર-મંતર તરફ કૂચ કરવાની છે. જો દિલ્હી પોલીસ તમને રસ્તામાં વચ્ચે જ રોકે, તો તમારે ત્યાં જ રોકાઈને તેને જંતર-મંતર બનાવી દેવાનું છે અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવાનું છે."

11 Oct 2026 | 02:45 AM

CEC ના રાજીનામા સુધી લડત ચાલુ રહેશે

શિંદેએ કેન્દ્ર સરકારને ખુલ્લી પડકાર ફેંકતા કહ્યું હતું કે, "સરકારને લાગતું હશે કે અટકાયત કરવાથી અમે ડરીને ઘરે જતા રહીશું, પરંતુ આ તેમનો અહંકાર છે. ભૂતકાળમાં પણ અમે તેમનો અહંકાર ચૂર-ચૂર કર્યો હતો અને આ વખતે પણ કરીશું. જ્યાં સુધી જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે ત્યાં સુધી એક પણ પ્રદર્શનકારી ઘરે પાછો નહીં જાય."

11 Oct 2026 | 02:44 AM

12 કરોડ મતદારોના અધિકાર માટે લડાઈ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર જાહેર કરેલા વિડીયો સંદેશમાં અજિંક્ય શિંદેએ જણાવ્યું હતું કે, "અમે જંતર-મંતર પર દેશના 12 કરોડ મતદારોનો મતાધિકાર પાછો માગવા ગયા હતા, જે અધિકાર જ્ઞાનેશ કુમારે છીનવી લીધો છે. પરંતુ મોદી-શાહની આ તાનાશાહી સરકારે અમારા મુખ્ય નેતાઓ અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસ સહિત અનેક વિદ્યાર્થી નેતાઓ અને સ્વયંસેવકોની અટકાયત કરી લીધી."

11 Oct 2026 | 02:28 AM

રાજકીય સમર્થન

રાહુલ ગાંધીની એન્ટ્રી: આ વિવાદ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ CJP ના સમર્થનમાં મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસના અન્ય નેતા અને ધારાસભ્યોને પણ દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

11 Oct 2026 | 02:27 AM

દિલ્હી પોલીસની કડક કાર્યવાહી અને ટ્રાફિક એડવાઈઝરી

વચન ભંગનો આરોપ: દિલ્હી પોલીસે જણાવ્યું છે કે પ્રદર્શનકારીઓએ જૂન-જુલાઈના પ્રદર્શન જેવું શાંતિપૂર્ણ માહોલ જાળવવાનું વચન તોડ્યું છે.

ટ્રાફિક ડાયવર્ઝન: કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નવી દિલ્હી અને મધ્ય દિલ્હીમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે સવારથી 30 મુખ્ય સ્થળોએ ટ્રાફિક રૂટ બદલવામાં આવ્યા છે.

મુસાફરો માટે સલાહ: ટ્રાફિક પોલીસે રેલવે સ્ટેશન, બસ ટર્મિનલ અને એરપોર્ટ તરફ જતા મુસાફરોને વધારાનો સમય લઈને નીકળવા અને બિનજરૂરી યાત્રા ટાળવા અપીલ કરી છે.

11 Oct 2026 | 02:27 AM

આંદોલનની આગેવાની અને અટકાયત

નેતાઓ કસ્ટડીમાં: CJP ના કન્વીનર અભિજીત દીપકે, સૌરવ દાસ, આશુતોષ રાંકા અને યુટ્યુબર ધ્રુવ રાઠી હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે.

નવી કમાન: મુખ્ય નેતાઓની ગેરહાજરીમાં હવે આંદોલનની કમાન અજિંક્ય શિંદે સંભાળી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે, ત્યાં સુધી તેઓ પાછા નહીં હટે.

15000 થી વધુ લોકોની અટકાયતનો દાવો: શનિવારે થયેલા પ્રદર્શન દરમિયાન CJP એ દાવો કર્યો છે કે દિલ્હીમાં 15000 થી વધુ વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.