India

CJPને મળ્યો વિપક્ષનો સાથ: રાહુલ ગાંધી, સ્ટાલિન, કેજરીવાલનો ટેકો; અભિજિત દીપકેએ માન્યો આભાર

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસની ધરપકડ બાદ વિપક્ષી દળોએ સરકારની ટીકા કરી છે. રાહુલ ગાંધી, સ્ટાલિન, કેજરીવાલ, અભિષેક બેનર્જી અને આદિત્ય ઠાકરેએ CJPના સ્થાપક અભિજિત દીપકને સમર્થન આપ્યું. તેમણે જંતર-મંતર પર તિરંગો લહેરાવવા બદલ થયેલી ધરપકડને કાયરતાપૂર્ણ ગણાવી. INDIA ગઠબંધન મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

CJPને મળ્યો વિપક્ષનો સાથ: રાહુલ ગાંધી, સ્ટાલિન, કેજરીવાલનો ટેકો; અભિજિત દીપકેએ માન્યો આભાર

Opposition Leaders Support CJP Abhijit Dipke: કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ આશુતોષ રાંકા અને સૌરવ દાસની ધરપકડ પર વિપક્ષી દળોએ તીખી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ડીએમકે નેતા એમ.કે. સ્ટાલિન, આપ પ્રમુખ અરવિંદ કેજરીવાલ, ટીએમસીના મહાસચિવ અભિષેક બેનર્જી અને શિવસેના(ઉદ્ધવ જૂથ)ના નેતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, સરકાર ધરપકડ કરીને અવાજ દબાવી શકતી નથી. વિપક્ષી નેતાઓના આ સમર્થન બાદ CJPના સ્થાપક અભિજિત દીપકે સૌનો આભાર વ્યક્ત કર્યો છે. INDIA ગઠબંધન, CJP અને અન્ય વિપક્ષી પાર્ટીઓ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આક્રમક મૂડમાં છે, અને તેમના રાજીનામાની સાથે SIR રદ કરવાની માંગ કરી રહી છે.

બધાનું એક જ મકસદ: રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન દરમિયાન તિરંગો લહેરાવવો એ કોઈ ગુનો નથી, અને એવું કરવા બદલ યુવાનોને જેલમાં મોકલવા એ કાયરતાપૂર્ણ પગલું છે. તેમણે ઉમેર્યું, અલગ-અલગ બેનર, પણ એક જ મકસદ. નાગરિકો પોતાના બંધારણીય અધિકારોની માંગ કરી રહ્યા છે. જંતર-મંતર ભારતની જનતાનું છે, અને અમે તેને પ્રદર્શન સ્થળ તરીકે પુનઃસ્થાપિત કરીશું.'

અન્ય વિપક્ષી નેતાઓની પ્રતિક્રિયાઓ

એમ.કે. સ્ટાલિન: 'આ સરકાર કેટલા પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લેશે? ભાજપ કેટલા યુવાનોનો અવાજ દબાવશે? તેઓ જેટલા યુવાનોને જેલમાં ધકેલશે, એટલા જ વધુ સામાન્ય નાગરિકો રસ્તા પર ઉતરીને જનતાની અસલી તાકાત બતાવશે.'

અરવિંદ કેજરીવાલ: 'શું પોતાના જ દેશમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવો એ ગુનો છે? આ તદ્દન હાસ્યાસ્પદ છે.'

આદિત્ય ઠાકરે: 'જ્યાં સુધી આપણે આ સરમુખત્યારશાહીમાંથી લોકશાહી પાછી મેળવી ન લઈએ ત્યાં સુધી દેશભક્ત યુવાનો અને સરકાર વચ્ચેની આ લડાઈ ચાલુ રહેશે.'

અભિષેક બેનર્જી : 'પોતાને સૌથી મોટા રાષ્ટ્રવાદી કહેનારા લોકો હવે ભારતીયોને પોતાના જ દેશમાં તિરંગો લહેરાવવા બદલ અરેસ્ટ કરી રહ્યા છે.'

ઉલ્લેખનીય છે કે, સરકારે જંતર-મંતરને પ્રદર્શન સ્થળ તરીકે બિન-અધિસૂચિત કર્યું છે. તેના વિરોધમાં CJPના નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકા 13 ઑક્ટોબરે ગેટ કૂદીને જંતર-મંતર પહોંચ્યા હતા. પોલીસે તેમની અટકાયત કર્યા બાદ ધરપકડ કરી મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા, જ્યાંથી તેમને 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.