Get The App

અખિલેશ યાદવે સંસદમાં ઉઠાવ્યો ભારત-ચીનનો મુદ્દો, કિરેન રિજિજુએ આપ્યો જવાબ

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
અખિલેશ યાદવે સંસદમાં ઉઠાવ્યો ભારત-ચીનનો મુદ્દો, કિરેન રિજિજુએ આપ્યો જવાબ 1 - image


Parliament Monsoon Session : સંસદમાં ચોમાસા સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સંસદના બંને ગૃહોમાં ઓપરેશન સિંદૂર અને પહલગામ હુમલા મુદ્દે ચર્ચા ચાલી રહી છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષો વચ્ચો જોરદાર ચર્ચા જોવા મળી રહી છે. આજે (29 જુલાઈ) સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે કહ્યું કે, ‘ભારતને પાકિસ્તાન કરતા સૌથી વધુ ચીનથી ખતરો છે. ચીન આપણું માર્કેટ અને જમીન બંને છિનવી લેશે. પહલગામ હુમલા માટે જવાબદાર કોણ છે? શું ભારતે સરહદના વિસ્તારોમાં ચીનથી વધુ શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે.

ચીન સામે મુકાબલો કરવાની તૈયારી શું છે : અખિલેશનો સવાલ

અખિલેશ યાદવે (Akhilesh Yadav) સરકારને પૂછ્યું કે, ‘ભારતનું ક્ષેત્રફળ 2014માં કેટલું હતું અને હવે કેટલું છે? ભાજપ સત્તામાં આવ્યું તે પહેલા અને હવે ભારતનું કેટલું ક્ષેત્રફળ છે? ચીન સામે મુકાબલો કરવા માટે તમારી તૈયારી શું છે? શું સરકાર પાસે પેંગોગ ઝીલ, ગલવાન ખીણ મામલે જવાબ છે કે નહીં?

આ પણ વાંચો : 'સિંદૂરના સોગંદ પૂરા કરવાનો વિજયોત્સવ, સેનાએ આતંકી ઠેકાણા નષ્ટ કર્યા', લોકસભામાં PM મોદીનું નિવેદન

રિજિજુએ અખિલેશનો આપ્યો જવાબ

અખિલેશ યાદવના સવાલનો જવાબ આપતા સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ (Kiren Rijiju)એ કહ્યું કે, ‘1962ના યુદ્ધ બાદ ચીને ભારતના ક્ષેત્રમાંથી એક ઈંચ પણ ઘુસણખોરી કરી નથી કે અરુણાચલ પ્રદેશમાં કોઈ વધારાની જમીન પર કબજો કર્યો નથી. હું અરૂણાચલપ્રદેશનો છું અને અખિલેશે કહી રહ્યા છે કે, ચીને તે રાજ્યમાં ઘૂસણખોરી કરી છે? મને લાગે છે કે, ચીનના નિયંત્રણાં જે વિસ્તાર છે, તે પહેલેથી અથવા 1962ના યુદ્ધ દરમિયાન કબજામાં આવ્યો હતા.’ તેમણે એમ પણ કહ્યું કે, ‘રાષ્ટ્રીય સુરક્ષા જેવા ગંભીર વિષયો પર બોલતી વખતે હકીકતની યોગ્ય જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : તમે ઓપરેશન સિંદૂરની શરૂઆતમાં જ સીઝફાયર કરી દીધું, સંસદમાં રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર

Tags :