India

ચીને હિન્દુઓની આસ્થા પર કર્યો ઘા : કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રીનો નિર્ણય

By GS Team
11 Jun 20262 mins read
TukuTouch Logo
ચીન સરકારે જૂન-જુલાઈમાં ભારતીય નાગરિકોને કૈલાશ માનસરોવર યાત્રાની પરમીટ પર પાબંધી લગાવી લીધી છે. ડ્રેગનની અવળચંડાઈને લીધે શ્રદ્ધાળુઓ તિબેટ-ચાઈના બોર્ડર પર અટવાયાં છે. હવે માત્ર બિન નિવાસી ભારતીય(એનઆરઆઈ)ને જ કૈલાશ માન સરોવરની યાત્રા માટે મંજૂરી આપવાનું નક્કી કરાયું છે. ટૂંકમાં, ડ્રેગને ભારતીય યાત્રાળુઓની આસ્થા પર ઘા કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીને હિન્દુઓની આસ્થા પર કર્યો ઘા : કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રીનો નિર્ણય
(IMAGE -IANS)

China Bans Indians From Kailash Mansarovar Yatra: ચીન સરકારે જૂન-જુલાઈમાં ભારતીય નાગરિકોને કૈલાશ માનસરોવર યાત્રાની પરમીટ પર પાબંધી લગાવી લીધી છે. ડ્રેગનની અવળચંડાઈને લીધે શ્રદ્ધાળુઓ તિબેટ-ચાઈના બોર્ડર પર અટવાયાં છે. હવે માત્ર બિન નિવાસી ભારતીય(એનઆરઆઈ)ને જ કૈલાશ માન સરોવરની યાત્રા માટે મંજૂરી આપવાનું નક્કી કરાયું છે. ટૂંકમાં, ડ્રેગને ભારતીય યાત્રાળુઓની આસ્થા પર ઘા કર્યો છે.

વિઝા આપવામાં ચીનનો વિલંબ, 3,000થી વધુ પરમિટ પેન્ડિંગ

થોડાક દિવસો અગાઉ જ ચીન સરકારે ભારતીય શ્રદ્ધાળુઓ માટે કોમન કિચનનો નિયમ લાગુ કર્યો હતો. ધાર્મિક માન્યતા સાથે પ્રાદેશિક સ્વાદ જાળવવો મુશ્કેલ બન્યો હતો તેમ છતાં યાત્રાળુઓએ ચીન સરકારની મનમાની ચલાવી લીધી હતી. આ ઉપરાંત ચાઈના પ્રશાસન દ્વારા વિઝા આપવામાં જાણી જોઈને વિલંબ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે હાલમાં 3,000થી વધુ ભારતીયોની પરમિટ પેન્ડિંગ પડી છે. 

તિબેટ સરહદે ભારે જમાવડો

ચીન સરકારના કૈલાશ માન સરોવર યાત્રાને લઈને તઘલઘી નિર્ણયને લીધે શ્રદ્ધાળુઓની પરેશાની વધી છે. આ ઉપરાંત તિબેટ બોર્ડર પર જમાવડો સરહદ પર યાત્રાળુઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. વિઝા અને પરમિટ ન મળવાના કારણે હજારો કિલોમીટર દૂરથી આવેલા ઘણાં યાત્રાળુઓને પવિત્ર યાત્રા કર્યા વિના જ ભારે હૈયે પરત ઘરવાપસી કરી રહ્યાં છે.

સામાન્ય નાગરિકો માટે નો-એન્ટ્રી

ચીન સરકારે એવો નિયમ ઘડ્યો છે, માત્ર પોઇન્ટ પાસપોર્ટ ધરાવતા એનઆરઆઈ (બિન-નિવાસી ભારતીય) હોલ્ડર્સ જ કૈલાશ માનસરોવરની યાત્રા કરી શકશે. ભારતના સામાન્ય નાગરિકો માટે યાત્રાના દરવાજા હાલ પૂરતા બંધ કરી દેવાયા છે.

આ પણ વાંચો: મણિપુર ફરી ભડકે બળ્યું, 28 દિવસથી ગુમ 6 નાગા લોકોની નિર્દયતાપૂર્વક હત્યા, બંધનું એલાન

ડ્રેગન શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ખિલવાડ કરી રહ્યુ છે તેમ ભારતીય વિદેશ મંત્રાલયે હાલ આ મુદ્દે સંપૂર્ણ ચૂપકીદી સાધી લીધી છે. સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કરવામાં આવ્યું નથી. ગુજરાતના ટુર ઓપરેટરોએ પણ આ મામલે કેન્દ્ર સરકારને લેખિત રજૂઆત પણ કરી હતી.