ઉદ્ધવ-ફડણવીસની મુલાકાત મુદ્દે એકનાથ શિંદે ભડક્યાં! કહ્યું- 'તેણે કાચિંડાની જેમ રંગ બદલ્યો'
Maharashtra Politics: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેની નિકટતાની ચર્ચાઓ વચ્ચે શિવસેના પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રહાર કર્યો છે. શુક્રવારે (18 જુલાઈ) શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કર્યા હતા, જેમાં તેમણે 2019ની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'ઉદ્ધવ ઠાકરે કાચિંડાની જેમ રંગ બદલે છે. તેમણે 2019માં પોતાના સહયોગી(ભાજપ)ને દગો આપ્યો હતો. તેમણે ફડણવીસને પણ દગો આપ્યો હતો.' નોંધનીય છે કે, શિંદેના નિવેદનના એક દિવસ પહેલાં જ ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે મળ્યા હતા.
આ પણ વાંચોઃ આટલી ગોળીઓ આપી, હજુ મર્યો નથી...', ઈન્સ્ટાગ્રામ ચેટથી ઝડપાઇ હત્યારી પત્ની
મારી પહેલથી મળ્યું મેયરનું પદ
શિંદેએ ઠાકરેનું નામ લીધા વિના કહ્યું કે, 2019ની વિધાનસભા ચૂંટણીમાં અવિભાજિત શિવસેના અને ભાજપ ગઠબંધનને બહુમતી મળ્યા પછી ફડણવીસે 40-50 ફોન કર્યા હતા. પરંતુ, ઠાકરે તરફથી કોઈ જવાબ મળ્યો નથી. મહારાષ્ટ્રે ક્યારેય કોઈ કાચિંડાને પણ આટલી ઝડપથી રંગ બદલતા નથી જોયો. તે એવા લોકો સાથે જતા રહ્યા જેને તે તુચ્છ સમજતા હતા. જોકે, મારી વિનંતીના કારણે ફડણવીસે 2017માં મુંબઈના મેયરનું પદ શિવસેનાને આપ્યું હતું. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં શિવસેનાએ 84 અને ભાજપે 82 બેઠક જીતી હતી. તેમ છતાં ઠાકરેએ 2018માં ફડણવીસને દગો આપ્યો.
જો મને કોઈ છંછેડશે તો હું છોડીશ નહીં
એકનાથ શિંદેએ એવો પણ દાવો કર્યો કે, જ્યારે હું અને તેમનું સમર્થન કરનારા બાગી શિવસેના ધારાસભ્ય 2022માં ઉદ્ધવ ઠાકરે સામે બગાવત કર્યા બાદ પણ ગુવાહાટીમાં ડેરા નાખ્યા, ત્યારે ઠાકરેએ સમાધાન માટે તેમનો સંપર્ક કર્યો અને સાથે જ દિલ્હીમાં ભાજપ નેતૃત્વને કહ્યું કે, બાગી સમૂહનું સમર્થન ન કરે. હું બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેના માર્ગદર્શન હેઠળ બનેલો એક પ્રામાણિક કાર્યકર છું, હું કોઈને છેડતો નથી, પરંતુ જો કોઈ મને છંછેડશે તો હું કોઈને છોડીશ નહીં. મરાઠી લોકો, મરાઠી ભાષા આપણો શ્વાસ છે અને હિન્દુત્વ આપણું જીવન છે. જેમ જેમ મ્યુનિસિપલ ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ મરાઠી, મહારાષ્ટ્ર અને મુંબઈ વિશે તમામ પ્રકારની વાતો ફેલાવવામાં આવી રહી છે પરંતુ લોકો તેનાથી વાકેફ છે. આપણને મરાઠી પ્રેમ શીખવવાની જરૂર નથી. આપણે મરાઠીમાં જન્મ્યા છીએ, મરાઠી માટે જીવીશું અને મરાઠી માટે જ ખાઈશું.