Get The App

'જો દવાથી ન મરે તો કરંટ આપી દે', પત્નીએ દિયર સાથે મળીને પતિને પતાવી દીધો, ચેટથી સમગ્ર ભાંડો ફૂટ્યો

Updated: Jul 19th, 2025

GS TEAM

Google News
Google News
'જો દવાથી ન મરે તો કરંટ આપી દે', પત્નીએ દિયર સાથે મળીને પતિને પતાવી દીધો, ચેટથી સમગ્ર ભાંડો ફૂટ્યો 1 - image


Delhi Dwarka Murder Case: દિલ્હીના દ્વારકામાં કરણ દેવની શંકાસ્પદ મોતની તપાસમાં તેની પત્ની અને દિયરનું કાવતરું સામે આવ્યું છે. પતિનો પિતરાઈ ભાઈ એટલે કે સબંધમાં પોતાના દિયર સાથે મળીને મહિલાએ પતિ કરણની હત્યા કરી નાખી. પોલીસે આ સમગ્ર મામલે જણાવ્યું કે, કરણને તેની પત્નીએ પહેલા ઊંઘની ગોળીઓ આપી અને તેમ છતાં તેનું મોત ન થયું તો દિયર સાથે મળીને તેને ઈલેક્ટ્રિક શૉક આપીને મારી નાખ્યો. પોલીસ મહિલા અને તેના પ્રેમી (કરણનો કાકાનો દીકરો)ને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે. 

આ કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી, પરંતુ ઈન્સ્ટાગ્રામ ચેટ પર પ્લાન કરવામાં આવેલું હત્યાનું ભયાનક ષડયંત્ર છે, જેમાં પત્નીએ પોતાના દિયર સાથે મળીને પતિની હત્યાનો ખતરનાક ખેલ ખેલ્યો. હત્યા પહેલા જે ચેટ સામે આવી છે, તે કોઈ મનોવૈજ્ઞાનિક થ્રિલરથી ઓછી નથી. 

હત્યા બાદ પત્નીએ પોતાના સાસરિયા વાળાને બોલાવીને માસૂમિયતથી કહ્યું કે, કરણ આપણી વચ્ચે નથી રહ્યો. જોકે, કરણના નાના ભાઈ કૃણાલને જ્યારે શંકા ગઈ ત્યારે તેણે આખી ચેટ વાંચી અને પોલીસને પુરાવા આપ્યા. આ ચેટ કરણના પિતરાઈ ભાઈના મોબાઈલમાંથી મળી. 

ઈન્સ્ટાગ્રામ ચેટમાં આખી સ્ક્રિપ્ટ

ચેટ પર મોડી રાત્રે પત્ની પોતાના દિયર સાથે વાત કરી રહી હતી. દિયરે લખ્યું કે, 3:00 વાગ્યા સુધીમાં આવી જઈશ. ઘરની ગલીમાં જ છું. તું કહે તો આવી જાઉં? મહિલાએ પતિ કરણને ઊંઘની ગોળી ખવડાવી દીધી હતી અને તેના મરવાની રાહ જોઈ રહી હતી. ચેટમાં તેની મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી છે, તેણે દિયરને કહ્યું કે, કંઈ સમજાય નથી રહ્યું મને તો, શૉક માટે બોલી રહ્યો છે?

ત્યારબાદ ચેટમાં દવાઓ એટલે કે ઊંઘની ગોળીઓનો ઉલ્લેખ આવે છે. મહિલા જણાવે છે કે, કેટલી ગોળીઓ આપવાની હોય છે. દિયર કહે છે કે, એક સાથે બધી ટ્રાય કરી લે. એટલે સ્પષ્ટ છે કે, પહેલા ઊંઘની ગોળીઓથી કરણને બેભાન કરવાનું કાવતરું હતું. 

ખૌફનાક ષડયંત્ર

પરંતુ કહાની અહીં જ પૂરી નથી થતી. ઊંઘની ગોળીઓ ખવડાવી દીધા બાદ પણ જ્યારે કરણની સ્થિતિમાં વધુ કોઈ ફરક ન આવ્યો તો મહિલા પરેશાન લઈને લખે છે કે, ખૂબ જ ધીમે શ્વાસ લઈ રહ્યો છે, ચીમટી ભરી તો થોડી મૂવમેન્ટ કરી. ત્યારબાદ સામેથી દિયર એક ખૌફનાક સૂચન આપે છે. તે લખે છે કે, તો પછી શૉકનું ફાઈનલ કરીએ, સમય પણ નીકળી રહ્યો છે.  

શૉકનો અર્થ હતો ઈલેક્ટ્રિક શૉક. ઈન્સ્ટાગ્રામ ચેટ પરથી ખબર પડે છે કે, કેવી રીતે બંનેએ મળીને એ નક્કી કર્યું કે, હવે ઈલેક્ટ્રિક શૉક આપવો એ જ છેલ્લો રસ્તો છે. મહિલા કહે છે કે, તુ આવી જા સાથે મળીમે શૉક આપીએ. દિયર જવાબ આપે છે, ચાલ હું આવું છું, ઉઠી ગયો આ તો. ત્યારબાદ જે થયું તે દર્દનાક છે. બંનેએ મળીને કરણને ઈલેક્ટ્રિક શૉક આપીને મારી નાખ્યો. 

ઈન્સ્ટાગ્રામ ચેટથી ઝડપાઇ હત્યારી પત્ની 

પોલીસે જણાવ્યું કે, 'કરણની પત્ની અને તેના પ્રેમી વચ્ચેની 'ચેટ' મળી છે, જેમાં તેમણે હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ચેટમાં ખુલાસો થયો છે કે બંને પ્રેમ સંબંધમાં હતા. જેના કારણે તેમણે કરણની હત્યાનું કાવતરું ઘડ્યું. તેઓએ તેને રાત્રે ભોજનમાં ઊંઘની 15 ગોળીઓ આપી અને તે બેહોશ થાય તેની રાહ જોતા રહ્યા. એવું પણ સામે આવ્યું છે કે બંને આરોપીઓએ ગૂગલ પર ઊંઘની ગોળીઓ દ્વારા મોત વિશે પણ સર્ચ કર્યું હતું.'

આ પણ વાંચો: આફ્રિકન દેશમાં બે ભારતીય નાગરિકોની આતંકીઓએ કરી હત્યા, એકનું અપહરણ

જ્યારે કરણ બેભાન હતો ત્યારે તેની પત્નીએ તેના પ્રેમીને કહ્યું કે હું થોડીવાર સૂવા માગુ છું. બંનેએ કરણને ઈલેક્ટ્રિક શૉક પણ આપ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 103 (હત્યાની સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. પોલીસે આરોપી પત્નીને કસ્ટડીમાં લીધી છે. પૂછપરછ દરમિયાન તેણે તેના પ્રેમી દિયર સાથે મળીને પોતાના પતિની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. તેણે જણાવ્યું કે, કરવા ચોથના એક દિવસ પહેલા મારા પતિએ મને થપ્પડ મારીને ગાળો આપી હતી અને અવારનવાર મારી પાસે પૈસા માગતો હતો જેના કારણે મને માનસિક અને શારીરિક પીડા થતી હતી.

પત્નીએ હત્યાની કબૂલાત કરી

પોલીસે જણાવ્યું કે, કરણને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને મેડિકો-લીગલ કેસ (MLC) માં મૃત્યુનું કારણ ઈલેક્ટ્રિક શૉક હોવાનું જણાવવામાં આવ્યું છે. બુધવારે કરણના નાના ભાઈ કુણાલ દેવે પોલીસનો સંપર્ક કર્યો અને તેના ભાઈના મૃત્યુ પર શંકા વ્યક્ત કરી. પોલીસે હવે આ કેસમાં પત્ની અને તેના કથિત પ્રેમીને કસ્ટડીમાં લઈ લીધો છે. પૂછપરછ દરમિયાન પત્નીએ હત્યાની કબૂલાત કરી છે.

Tags :