કેન્દ્રીય કર્મચારીઓને દિવાળી ગિફ્ટ: DAમાં 3 ટકાનો વધારો, ઑક્ટોબરના પગાર સાથે મળશે 4 મહિનાનું એરિયર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Central Govt Employees DA Hike: 3 Percent DA Increased, Check Salary and Arrears Calculation | લાંબા સમયથી કેન્દ્રીય કર્મચારીઓ આશા રાખીને બેઠા હતા કે સરકાર દિવાળીના તહેવાર પર તેમને મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ આપશે. કેન્દ્રીય કેબિનેટે આ રાહનો સુખદ અંત આણતાં જુલાઈ મહિનાથી લાગુ થનારા મોંઘવારી ભથ્થામાં 3%ના વધારાને સત્તાવાર મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટના નિર્ણયોની માહિતી આપતાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખથી વધુ પેન્શનર્સને દિવાળીની આ શાનદાર ભેટ આપી છે.
DA વધીને 63 ટકા થયું, સરકારી તિજોરી પર રૂ.10,016 કરોડનો બોજ
- કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો મંજૂર કરાયો છે, જેના કારણે હવે કર્મચારીઓનું DA 60% થી વધીને 63% થઈ ચૂક્યું છે.
- મોંઘવારી ભથ્થામાં આ વધારો જુલાઈ મહિનાથી અમલી ગણાશે.
- સરકારના આ પગલાથી કેન્દ્ર સરકારની તિજોરી પર આશરે રૂ.10,016 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે.
ઑક્ટોબરના પગાર સાથે 4 મહિનાનું એકસાથે મળશે એરિયર
કર્મચારીઓને જુલાઈ મહિનાથી લાગુ થયેલા આ વધારા સાથે ઑક્ટોબર સુધીના કુલ 4 મહિનાનું એરિયર એકસાથે આપવામાં આવશે. આ તમામ રકમ કર્મચારીઓના ઑક્ટોબર મહિનાના પગાર સાથે જમા કરવામાં આવશે, જેથી દિવાળીના તહેવાર પહેલાં તેમના ખાતામાં મોટી રકમ જમા થશે.
બેઝિક પગાર મુજબ દર મહિને કેટલી સેલરી વધશે?
DA માં 3%ના વધારા પછી કર્મચારીઓના માસિક પગારમાં સારો એવો વધારો જોવા મળશે:
- જો તમારી બેઝિક સેલરી રૂ.18,000 છે, તો દર મહિને રૂ.540નો વધારો થશે.
- જો તમારી બેઝિક સેલરી રૂ.30,000 છે, તો દર મહિને રૂ.900નો વધારો થશે.
- જો તમારી બેઝિક સેલરી રૂ.50,000 છે, તો દર મહિને રૂ.1,500નો સીધો વધારો થશે.
4 મહિનાનું કુલ એરિયર કેટલું મળશે?
ઑક્ટોબર સેલરી સાથે જુલાઈ, ઑગસ્ટ, સપ્ટેમ્બર અને ઑક્ટોબર એમ 4 મહિનાનું મોંઘવારી ભથ્થું એકસાથે જોડીને આપવામાં આવશે:
- રૂ.18,000 બેઝિક સેલરી પર: રૂ.2,160નું એરિયર ઑક્ટોબરના પગાર સાથે મળશે.
- રૂ.30,000 બેઝિક સેલરી પર: રૂ.3,600નું એરિયર ઑક્ટોબરના પગાર સાથે ખાતામાં આવશે.
- રૂ.50,000 બેઝિક સેલરી પર: રૂ.6,000નું એરિયર ઑક્ટોબરના પગાર સાથે જમા થશે.




