Get The App

મતદારોને ધમકાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે ઃ સીઇસી

પ.બંગાળની મતદાર યાદીમાંથી કોઇ પણ લાયક મતદારનું નામ દૂર કરવામાં આવશે નહીં ઃ જ્ઞાાનેશકુમાર

સીઇસી જ્ઞાાનેશકુમાર ચૂંટણી અગાઉ પ.બંગાળની મુલાકાતે

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
મતદારોને ધમકાવનારા લોકો સામે કડક કાર્યવાહી કરાશે ઃ સીઇસી 1 - image

 

 

(પીટીઆઇ)     કોલકાતા, તા. ૧૦

દેશનાં મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) જ્ઞાાનેશ કુમારે મંગળવારે સ્પષ્ટતા કરી છે કે બંગાળમાં કોઇ પણ ચૂંટણી હિંસાને સહન કરવામાં આવશે નહીં.

કેન્દ્રીય ચૂંટણી પંચની પૂર્ણ પીઠ દ્વારા બંગાળમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સતત બે દિવસ ઉંડી સમીક્ષા કર્યા પછી કોલકાતામાં પત્રકાર પરિષદને સંબોધન કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે બંગાળનાં મતદારોને ખાતરી આપી હતી કે આગામી ચૂંટણી સપૂર્ણ હિંસા રહિત અને દબાણ રહિત વાતાવરણમાં પૂર્ણ કરાવવામાં આવશે.

રાજકીય દળો અને નેતાઓને સ્પષ્ટ સંદેશ આપતા તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ કોઇ પણ સ્તરે મતદારો અથવા કોઇ પણ ચૂંટણી અધિકારીને ડરાવવા અથવા ધમકાવવાનો પ્રયત્ન સહન કરી લેવામાં આવશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંડોવણી સાબિત થવા પર સંબધિત વ્યકિતની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે મતદાતા ભય મુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે સમગ્ર રાજ્યમાં ખૂબ જ સુક્ષ્મ રીતે કેન્દ્રીય દળો પૂરતા પ્રમાણમાં તૈનાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે પંચે વ્યાપક સુરક્ષા અને ટેકનિકલ વ્યવસ્થાની યોજના બનાવી છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણીમાં રાજ્યનાં તમામ ૮૦,૦૦૦થી વધારે મતદાન કેન્દ્રો પર ૧૦૦ ટકા લાઇવ વેબ કાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. જેથી દિલ્હી અને કોલકાતામાં બેસેલા અધિકારીઓ ડાયરેક્ટ મતદાન પ્રક્રિયા પર નજર રાખી શકે.

વેબકાસ્ટિંગના માધ્યમથી મતદાન પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવશે. જેના કારણે કોઇ પણ પ્રકારની અનિયમિતતા અથવા દબાણની ફરિયાદ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી શકે.

સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પરત ફર્યા પછી ચૂંટણી પંચ ૧૫ અથવા ૧૬ માર્ચની આસપાસ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. એસઆઇઆરમાં જે મતદારોનાં નામ વિચારાધીન શ્રેણીમાં રાખવામાં આવ્યા છે તેના પર મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનાં નિર્દેશ અનુસાર આ કેસોને ન્યાયિક અધિકારી જોઇ રહ્યાં છે અને તેનો ઝડપથી નિકાલ કરવામાં આવી રહ્યો છે. વિલંબિત અથવા વિચારાધીન ૬૦ લાખથી વધારે નામોના વેરિફિકેશન અંગે તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે પૂરતો સમય છે અને સુનિશ્ચિત કરવામાં આવશે તે કોઇ પણ કાયદેસર મતદારનું નામ મતદાર યાદીમાંથી બહાર ન રહે.