CBSEએ ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષા 2027ના સેમ્પલ પેપર કર્યા જાહેર, મૂલ્યાંકન પદ્ધતિમાં કોઈ ફેરફાર નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

CBSE Class 10 Sample Papers 2027: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ 10માં અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષા 2027ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત સીબીએસઈએ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા 2027ની તૈયારીઓ માટે સેમ્પલ ક્વેશ્ચન પેપર જાહેર કર્યા છે. સીબીએસઈએ 10માં અને 12માંની બોર્ડ પરીક્ષા 2027 માટે વિષયવાર સેમ્પલ ક્વેશ્ચન પેપર બહાર પાડ્યા છે. આ સાથે જ સીબીએસઈએ 2027 બોર્ડ પરીક્ષાની અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ જાહેર કરી છે, જેમાં સીબીએસઈ દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
CBSEએ 10માંના 61 વિષયોના સેમ્પલ પેપર કર્યા જાહેર
સીબીએસઈએ 10માંની બોર્ડ પરીક્ષા 2027 માટે કુલ 61 વિષયોના સેમ્પલ પેપર જાહેર કર્યા છે. આ સાથે જ પરીક્ષા અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ બહાર પાડવામાં આવી છે. વિદ્યાર્થીઓ વિષયવાર સેમ્પલ પેપર ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. વિષયવાર સેમ્પલ પેપરની સાથે બીજી લિંકમાં અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમની માહિતી આપવામાં આવી છે.
12માંના 79 વિષયોના સેમ્પલ પેપર કર્યા જાહેર
સીબીએસઈએ 12માંની બોર્ડ પરીક્ષા 2027 માટે કુલ 79 વિષયોના સેમ્પલ પેપર જાહેર કર્યા છે. આ સાથે જ પરીક્ષા અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ બહાર પાડવામાં આવી છે. વિદ્યાર્થીઓ વિષયવાર સેમ્પલ પેપર ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. વિષયવાર સેમ્પલ પેપરની સાથે બીજી લિંકમાં અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમની માહિતી આપવામાં આવી છે.
સેમ્પલ પેપર બોર્ડ પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ
આ સેમ્પલ પેપરની મદદથી વિદ્યાર્થીઓ 2027 બોર્ડ પરીક્ષાની તૈયારી કરી શકે છે. જેમ કે, સેમ્પલ પેપરના માધ્યમથી વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની પેટર્ન વિશે જાણી શકે છે. તેને ઉકેલવાથી વિદ્યાર્થીઓ પોતાના ટાઈમ મેનેજમેન્ટને વધુ સારું બનાવી શકે છે.
અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમમાં કોઈ ફેરફાર નહીં
CBSEએ બોર્ડ પરીક્ષા 2027 માટે સેમ્પલ પેપર જાહેર કરવાની સાથે જ સ્પષ્ટ કર્યું છે કે, બોર્ડ પરીક્ષાની અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સીબીએસઈએ જણાવ્યું છે કે, બોર્ડ પરીક્ષાની અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ 2026 બોર્ડ પરીક્ષાની જેમ જ રહેશે.




