India

મહારાષ્ટ્રમાં અભિજિત દીપકે સામે FIR: સરકારી શાળામાં ઘૂસી 'હોબાળો' અને શિક્ષકોને ધમકી આપવાનો આરોપ

By GS Team
22 Aug 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજિત દીપકે અને 4-5 સાથીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ઔસા પોલીસ સ્ટેશનમાં સરકારી શાળામાં ગેરકાયદે ઘૂસી હોબાળો મચાવવા, ફોટોગ્રાફી કરવા અને શૈક્ષણિક કાર્યમાં અડચણ ઊભી કરવાના આરોપસર ગુનો દાખલ થયો છે. શિક્ષકોને સસ્પેન્ડ કરવાની ધમકી પણ અપાઈ હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં અભિજિત દીપકે સામે FIR: સરકારી શાળામાં ઘૂસી 'હોબાળો' અને શિક્ષકોને ધમકી આપવાનો આરોપ

Case Filed Against CJP Founder Abhijeet Dipke | મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજિત દીપકે અને તેમના સાથીઓ સામે સરકારી શાળામાં ગેરકાયદે ઘૂસીને હોબાળો મચાવવા તેમજ શૈક્ષણિક કામકાજમાં અડચણ ઊભી કરવાના આરોપસર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લાતુર જિલ્લાના ઔસા પોલીસ સ્ટેશનમાં અભિજિત દીપકે અને અજિંક્ય શિંદે સહિત 4 થી 5 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

શાળામાં ઘૂસીને ફોટોગ્રાફી કરવાનો આરોપ

શિક્ષકો દ્વારા પોલીસમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, 20 ઓગસ્ટના રોજ બપોરે આશરે 1:00 વાગ્યે અભિજિત દીપકે, અજિંક્ય શિંદે અને અન્ય કેટલાક લોકો અચાનક સરકારી શાળાના પરિસરમાં પહોંચ્યા હતા. આરોપ છે કે તેમણે તંત્રની કોઈપણ પરવાનગી વિના વર્ગખંડોમાં પ્રવેશ કર્યો હતો અને વિદ્યાર્થીઓને વિવિધ પ્રશ્નો પૂછીને દોઢથી 2 કલાક સુધી રોકાણ કર્યું હતું. આ દરમિયાન વર્ગખંડમાં ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી.

શિક્ષકોની ફરિયાદ: દીપકેએ અમને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, શાળા પરિસરમાં અન્ય શાળાના વિદ્યાર્થીઓને બેસાડવા બાબતે અભિજિત દીપકે અને તેમની ટીમનો શિક્ષકો સાથે ઉગ્ર વિવાદ થયો હતો. શિક્ષકોનો આરોપ છે કે વિવાદ દરમિયાન અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને શિક્ષકોને નોકરીમાંથી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી, જેના કારણે શાળાના નિયમિત શૈક્ષણિક કાર્યમાં ગંભીર વિક્ષેપ પડ્યો હતો.

શિક્ષકોની લેખિત ફરિયાદના આધારે ઔસા પોલીસે ગુનો નોંધીને કેસની તપાસ શરૂ કરી છે. પોલીસ શાળાના સ્ટાફ અને ઉપસ્થિત પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધી રહી છે.