India

ભત્રીજા યુગેન્દ્રએ કાકા અજિત પવારની વધારી મુશ્કેલી! EVMની તપાસ કરાવવા 9 લાખ ફી આપી

By GS Team
1 Dec 20242 mins read
This article was originally published on 1 Dec 2024
TukuTouch Logo
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પરિણામ જાહેર થયા બાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર સતત આંગળી ચીંધાઈ રહી છે. પરિણામો બાદ રાજ્યના અનેક ઉમેદવારોએ ઈવીએમમાં માઈક્રોકન્ટ્રોલર વેરિફિકેશન કરવા માટે ચૂંટણી પંચમાં અરજીઓ કરી છે. પૂણેના 21 વિધાનસભા ક્ષેત્રોમાંથી 11 ઉમેદવારોએ માઈક્રોકન્ટ્રોલરની ફરી તપાસ કરવા માટે ચૂંટણી પંચ (Election Commission)ને વિનંતી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભત્રીજા યુગેન્દ્રએ કાકા અજિત પવારની વધારી મુશ્કેલી! EVMની તપાસ કરાવવા 9 લાખ ફી આપી

Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પરિણામ જાહેર થયા બાદ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર સતત આંગળી ચીંધાઈ રહી છે. પરિણામો બાદ રાજ્યના અનેક ઉમેદવારોએ ઈવીએમમાં માઈક્રોકન્ટ્રોલર વેરિફિકેશન કરવા માટે ચૂંટણી પંચમાં અરજીઓ કરી છે. પૂણેના 21 વિધાનસભા ક્ષેત્રોમાંથી 11 ઉમેદવારોએ માઈક્રોકન્ટ્રોલરની ફરી તપાસ કરવા માટે ચૂંટણી પંચ (Election Commission)ને વિનંતી કરી છે.

યુગેન્દ્ર સહિત અન્ય ઉમેદવારોએ પણ ECમાં કરી અરજી

શરદ પવારની NCPSP પાર્ટીના બારામતી (Baramati) વિધાનસભા વિસ્તારના ઉમેદવાર યુગેન્દ્ર પવારે (Yugendra Pawar) પણ 19 EVMના માઈક્રોકન્ટ્રોલરનું વેરિફિકેશન કરવા માટે જિલ્લા વહિવટીતંત્રને અરજી કરી છે. આ તપાસ કરાવવા માટે તેમણે ચૂંટણી પંચે 8.96 લાખ રૂપિયાની ચૂકવણી કરી છે. આ ઉપરાંત માઈક્રોકન્ટ્રોલરનું વેરિફિકેશન કરાવવા માટે અન્ય ઉમેદવારોની વાત કરીએ તો NCPSPના હડપસરના ઉમેદવાર પ્રશાંત જગતાપ (Prashant Jagtap) અને પુણે કેંટના કોંગ્રેસ (Congress) ઉમેદવાર રમેશ બાગવેએ પણ અરજી કરી છે.

આ પણ વાંચો : નારાજગીની અટકળોનો અંત? શિંદેએ કહ્યું- ભાજપ નક્કી કરે CM, હું આપીશ સમર્થન

137 EVM સેટમાં માઈક્રોકન્ટ્રોલરની તપાસ કરવા માંગ

ચૂંટણી પંચના નિયમ મુજબ વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ માઈક્રોકન્ટ્રોલરનું વેરિફિકેશન કરવા માટે સાત દિવસની અંદર અરજી કરવાની હોય છે. જિલ્લાભરના ઉમેદવારોએ 137 EVM સેટમાં માઈક્રોકન્ટ્રોલરની ચકાસણીની માંગ કરી છે. આ માટે તેઓએ ચૂંટણી પંચને 66.64 લાખ રૂપિયાની ફી ચૂકવી છે.

બીજા-ત્રીજા સ્થાને આવનારા ઉમેદવારો અરજી કરવાના હકદાર

સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ, જે ઉમેદવારો પોતાના મત વિસ્તારના પરિણામમાં બીજા અથવા ત્રીજા સ્થાને આવે, તો તેઓ પોતાના ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાયેલ ઈવીએમમાંથી પાંચ ટકા માઈક્રોકન્ટ્રોલરની તપાસ કરવાની વિનંતી કરી શકે છે. ઉમેદવારોએ માઈક્રોકન્ટ્રોલરનું વેરિફિકેશન કરાવવા માટે એક અરજી કરવાની રહે છે તેમજ વેરિફિકેશન પર થતો ખર્ચ ચૂકવવાનો રહે છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની રસાકસી વચ્ચે ફડણવીસે શિંદેને કર્યો ફોન, જાણો કયા મુદ્દે થઈ વાતચીત

તપાસ દરમિયાન ઉમેદવાર અને એન્જિનિયરને હાજર રખાય છે

વેરિફિકેશન માટે અરજીઓ આવ્યા બાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજ્યના મુખ્ય ચૂંટણી કાર્યાલયને જાણ કરી છે. માઈક્રોકન્ટ્રોલરની તપાસ કરતી વખતે કડક નજર રાખવામાં આવે છે. આ દરમિયાન ઉમેદવાર, વીવીપીએટી બનાવનાર કંપનીના એન્જિનિયરને હાજર રાખવામાં આવે છે. 

આ ઉમેદવારોએ પણ EVMની તપાસ કરાવવા અરજી કરી

અરજી કરનારા ઉમેદવારોમાંથી પ્રશાંત જગતાપે હડપસર બેઠક પર ઉપયોગમાં લેવાયેલા તમામ EVMમાંથી 27ની ચકાસણી કરવા માંગ કરી છે. આ માટે તેમણે લગભગ 12 લાખ રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે. ત્યારબાદ ચિંચવડ બેઠક પરના ઉમેદવાર રાહુલ કલાટેએ 25 ઈવીએમની તપાસ કરવા અરજી કરી છે અને તેમણે ચૂંટણી પંચને 11 લાખ રૂપિયાની ચૂકવણી કરી છે. પુરંદરના કોંગ્રેસ ઉમેદવાર સંજય જગતાપે 9.9 લાખ રૂપિયાની ફી ભરી 21 ઈવીએમની તપાસ કરાવવાની માંગ કરી છે.