9 નવેમ્બરથી કેન્સરની દવાઓ થશે ધરખમ સસ્તી : NPPA દ્વારા 543 બ્રાન્ડ્સના ભાવમાં મોટો ઘટાડો, જુઓ લિસ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

NPPA Cancer Drug Price List : કેન્સરની સારવાર પર થતો લાખો રૂપિયાનો ખર્ચ હવે અનેક દર્દીઓ અને તેમના પરિવારજનો માટે કેટલાક અંશે ઓછો થઈ શકશે. કેન્દ્ર સરકારના નિર્ણય બાદ 9 નવેમ્બરથી દેશભરમાં કેન્સરની કેટલીક જરૂરી દવાઓ પહેલાની સરખામણીએ ઘણી સસ્તી થઈ જશે. દવાઓની કિંમતોમાં એટલો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે કે કેટલીક દવાઓ 80 થી 90 ટકા સુધી સસ્તી થઈ ગઈ છે.
NPPA દ્વારા કિંમતોમાં સુધારો અને ટ્રેડ માર્જીન મર્યાદિત
સરકાર હેઠળ કામ કરતી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ કેન્સરની દવાઓની 543 બ્રાન્ડ્સની કિંમતોમાં સુધારો કર્યો છે. આ સાથે જ સરકારે 137 એન્ટી-કેન્સર દવાઓ પર ટ્રેડ માર્જીન 30 ટકા સુધી મર્યાદિત કરી દીધું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આનાથી બાજરમાં દર્દીઓને ઓછી કિંમતે દવાઓ ઉપલબ્ધ થશે અને સારવારનો બોજ કેટલાક અંશે ઘટશે.
543 બ્રાન્ડ્સના ભાવમાં ફેરફારનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો
નવી કિંમતો લાગુ થવાની તારીખ
નવી કિંમતો 9 નવેમ્બરથી લાગુ થશે. એવી ઘણી દવાઓ છે જેનો ઉપયોગ કેન્સરની સારવારમાં મોટા પાયે કરવામાં આવે છે અને તેના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
કઈ દવાઓના ભાવ કેટલા ઘટ્યા?
- Anarzole: કિંમત 695.76 રૂપિયાથી ઘટાડીને 73 રૂપિયા કરી દેવામાં આવી છે.
- Azacytin Injection: ભાવ 6,337 રૂપિયાથી ઘટીને 1,495 રૂપિયા થઈ ગયો છે.
- Bevacizab Injection: કિંમત 21,767 રૂપિયાથી ઘટાડીને 5,930 રૂપિયા કરી દેવામાં આવી છે.
- Dasanat 20: ભાવ 2,812 રૂપિયાથી ઘટીને 1,085 રૂપિયા રહી ગયો છે.
- Enuta: કિંમત 6,578 રૂપિયાથી ઘટાડીને 2,232 રૂપિયા કરી દેવામાં આવી છે.
સરકારનો હેતુ અને રાહત
સરકારનું કહેવું છે કે ટ્રેડ માર્જીન પર સીમા નક્કી કરવા અને કિંમતોની સમીક્ષા કરવાનો હેતુ દર્દીઓ સુધી જરૂરી દવાઓ વધુ કિફાયતી દરે પહોંચાડવાનો છે. નવા દરો લાગુ થયા પછી દેશભરમાં કેન્સરની સારવાર સાથે જોડાયેલી ઘણી મુખ્ય દવાઓ પહેલાની સરખામણીએ ઘણી ઓછી કિંમતે ઉપલબ્ધ થશે.




