Get The App

Budget 2026: શું સસ્તું થયું અને શું મોંઘું? જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
Budget 2026: શું સસ્તું થયું અને શું મોંઘું? જાણો તમારા ખિસ્સા પર કેવી પડશે અસર 1 - image


Budget 2026 : નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2026 રજૂ કર્યું છે. પોતાના કાર્યકાળનું સતત 9મું બજેટ ભાષણ વાંચતા તેમણે અનેક મોટી જાહેરાતો કરી છે. સરકારે ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી છે, જેનો અર્થ છે કે તે વસ્તુઓ હવે સસ્તી થશે.

કેન્દ્રીય બજેટ રજુ થયું

નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે લોકસભામાં દેશનું કેન્દ્રીય બજેટ (Union Budget 2026) રજૂ કર્યું હતું. તેમણે ખાસ કરીને એવી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની વાત કરી છે જેનું ઉત્પાદન ભારતમાં થાય છે. સીતારમણે જણાવ્યું કે લેધર અને ટેક્સટાઇલની નિકાસ હવે ડ્યુટી ફ્રી થશે. આ ઉપરાંત, સંરક્ષણ ક્ષેત્રે (Defense Sector) પણ બેઝિક કસ્ટમ ડ્યુટીમાં છૂટ આપવામાં આવશે.

આ વસ્તુઓ થશે સસ્તી:

સરકારે સામાન્ય જનતાને રાહત આપતા નીચેની વસ્તુઓના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે:

દવાઓ: કેન્સર અને શુગરની 17 દવાઓ હવે ડ્યુટી ફ્રી થશે.

ડિજિટલ ગેજેટ્સ: મોબાઈલ બેટરી અને લિથિયમ આયન સેલ સસ્તા થશે.

આ પણ વાંચો: કેન્સરની દવાઓ સસ્તી, 2.5 લાખ નોકરીઓ અને 3 નવી આયુર્વેદ સંસ્થાઓની જાહેરાત

પહેરવેશ: કપડાં, લેધર આઈટમ્સ અને સિન્થેટિક ફૂટવેર (પગરખાં).

ઘરવપરાશ: માઇક્રોવેવ ઓવન અને મિશ્ર ગેસ (CNG).

ગ્રીન એનર્જી: સોલર ગ્લાસ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV).

પ્રવાસ: વિદેશ પ્રવાસ અને વિમાનનું ઈંધણ (ATF) સસ્તું થઈ શકે છે.

આ ઉપરાંત માઈક્રોવેવ ઓવન, સીએનજી-બાયોગેસ, કેન્સર સંબંધિત 17 દવાઓ, ડાયાબિટિસની દવાઓ, 7 ગંભીર રોગોની દવાઓ, જૂતા, સોલર એનર્જી સંબંધિત વસ્તુઓ, ચામડાની વસ્તુઓ, મોબાઈલ બેટરી, કાપડ, વિમાનના સ્પેર પાર્ટ્સ.

આ પણ વાંચો: પીએમ મોદીએ બજેટ-2026ને ગણાવ્યું ઐતિહાસિક, કહ્યું - ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર

આ વસ્તુઓ થશે મોંઘી:

કેટલાક સેક્ટરમાં કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દારૂ, સ્ક્રેપ, ખનિજ પદાર્થો મોંઘા થશે.