India

દિલજીત દોસાંજના 15 નવેમ્બરના શોને લઈને ઈન્દોરમાં બોમ્બની ધમકી, 3 શાળાઓ અને મેયર ઓફિસને મળ્યો ઈમેલ

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
ઈન્દોરમાં પંજાબી ગાયક દિલજીત દોસાંજના 15 નવેમ્બર 2026ના કોન્સર્ટ પહેલા બોમ્બ ધમકીનો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો છે. શહેરની 3 શાળાઓ અને મેયર કાર્યાલયને પંજાબી ભાષામાં મોકલાયેલા આ ઈમેલમાં બાળકોને કાર્યક્રમથી દૂર રાખવાની ચેતવણી અપાઈ છે. 'ખાલિસ્તાની નેશનલ આર્મી'ના નામે અપાયેલી આ ધમકી બાદ પોલીસ અને બોમ્બ સ્ક્વોડે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિલજીત દોસાંજના 15 નવેમ્બરના શોને લઈને ઈન્દોરમાં બોમ્બની ધમકી, 3 શાળાઓ અને મેયર ઓફિસને મળ્યો ઈમેલ

Diljit Dosanjh Indore Concert Bomb Threat Email: ઈન્દોરમાં 15 નવેમ્બર 2026ના રોજ પંજાબી સિંગર દિલજીત દોસાંજના પ્રસ્તાવિત કોન્સર્ટ પહેલાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા શહેરની 3 શાળાઓ અને મેયર કાર્યાલયને મોકલવામાં આવી છે, જેનાથી શહેરમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. ઈમેલમાં મુખ્યત્વે વાલીઓને તેમના બાળકોને આ કાર્યક્રમથી દૂર રાખવાની ચેતવણી આપવામાં આવી છે.

પોલીસ અને બોમ્બ સ્ક્વોડની એક્શન

એડિશનલ DCP રાજેશ દંડોતિયાએ જણાવ્યું હતું કે, માહિતી મળતાં જ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોએ સંબંધિત શાળાઓ અને સ્થળો પર પહોંચીને કડક તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચે આ ધમકીભર્યા ઈમેલની ટેકનિકલ તપાસ શરૂ કરી દીધી છે.

પંજાબી ભાષામાં મોકલાયો ઈમેલ, ખાલિસ્તાની કનેક્શન?

પોલીસના જણાવ્યા અનુસાર, તમામ ઈમેલ પંજાબી ભાષામાં લખાયેલા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 'દિલજીત દોસાંજના કાર્યક્રમમાં તમારા બાળકોને ન મોકલતા, કારણ કે ત્યાં બોમ્બ વિસ્ફોટ કરવામાં આવશે. આ ઈમેલ 'ખાલિસ્તાની નેશનલ આર્મી' ના નામે મોકલવામાં આવ્યો છે, જેમાં રુખન શાહવાલા, એન્જિનિયર ગુરનાખ સિંહ, ડો. ગુરનિરવેર સિંહ અને બબ્બર ખાલસા સાથે જોડાયેલા પ્રોફેસર ગુરકાલ સિંહ જેવા નામોનો ઉલ્લેખ છે.

C-21 ગ્રાઉન્ડમાં યોજાવાનો છે શો

દિલજીત દોસાંજ હાલમાં તેમના દેશવ્યાપી ટૂર હેઠળ અલગ-અલગ શહેરોમાં પરફોર્મ કરી રહ્યા છે. દિલ્હીમાં સફળ શો બાદ તેમનો આગામી કોન્સર્ટ 15 નવેમ્બરે ઈન્દોરના C-21 ગ્રાઉન્ડમાં યોજાવાનો છે. આ ધમકી બાદ વહીવટી તંત્રે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દીધી છે.