India

રતન ટાટાના નિધનથી બોલિવૂડ શોકમાં, સલમાન-અજય સહિત સેલેબ્સે જુઓ શું લખ્યું

By GS Team
10 Oct 20241 min read
This article was originally published on 10 Oct 2024
TukuTouch Logo
બુધવારે રાત્રે ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનથી બિઝનેસ જગત સહિત સમગ્ર દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રતન ટાટાનું જીવન દરેક વ્યક્તિ માટે મોટા ઉદાહરણ સમાન છે. તેમના આકસ્મિક નિધન પર બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી અને શોક વ્યક્ત કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

રતન ટાટાના નિધનથી બોલિવૂડ શોકમાં, સલમાન-અજય સહિત સેલેબ્સે જુઓ શું લખ્યું

Celebs Reaction On Ratan Tata Death:  બુધવારે રાત્રે ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે નિધન થયુ છે. તેઓ છેલ્લા કેટલાક દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના નિધનથી બિઝનેસ જગત સહિત સમગ્ર દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રતન ટાટાનું જીવન દરેક વ્યક્તિ માટે મોટા ઉદાહરણ સમાન છે. તેમના આકસ્મિક નિધન પર બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી અને શોક વ્યક્ત કર્યો.

રતન ટાટાના નિધન પર બોલિવૂડ સેલેબ્સે શોક વ્યક્ત કર્યો

સલમાન ખાન, અજય દેવગન, પ્રિયંકા ચોપરા, અનુષ્કા શર્મા, રણવીર સિંહ, ધર્મેન્દ્ર, અનન્યા પાંડે, કરણ જોહર, ગૌહર ખાન, રોહિત શેટ્ટી, ભૂમિ પેડનેકર, સુષ્મિતા સેન, અર્જુન કપૂર સહિત ઘણા સ્ટાર્સે રતન ટાટાને દેશના રીયલ હીરો કહીને શોક વ્યક્ત કર્યો હતો. 

અજય દેવગને લખ્યું- વિઝનરીના નિધનથી દુનિયા શોકમાં છે. રતન ટાટાનો વારસો હંમેશા પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. ભારત માટે તેમનું યોગદાન અકલ્પનીય છે. સરની આત્માને શાંતિ મળે.

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ શોક વ્યક્ત કરતા લખ્યું કે, 'રતન ટાટા સાહેબ, હસરત હી રહે ગઈ આપ સે મિલને કી. એક હમ્બલ કિંગ, જે તેના કામદારોને તેના પોતાના બાળકોની જેમ જોતો હતો. સાહેબ, તમને હંમેશા પ્રેમ અને સન્માન સાથે યાદ કરવામાં આવશે.'