India

VIDEO : ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, યમુના નદીમાં હોળી પલટી જતા 9 લોકો ડૂબ્યા, 6 લાપતા

By GS TEAM
6 May 20262 mins read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશના હમીરપુરમાં યમુના નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. નદીમાં હોળી પલટી જવાથી 9 લોકો ડૂબ્યા હતા જેમાંથી 3 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 6 લોકો હજુ પણ લાપતા છે. આ તમામ લોકો યમુના નદીના સામે છેડે તરબૂચ ખાવા ગયા હતા અને પરત ફરતી વખતે આ અકસ્માત નડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : ઉત્તર પ્રદેશમાં મોટી દુર્ઘટના, યમુના નદીમાં હોળી પલટી જતા 9 લોકો ડૂબ્યા, 6 લાપતા

Hamirpur Boat Accident : ઉત્તર પ્રદેશના હમીરપુરમાં યમુના નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. નદીમાં હોળી પલટી જવાથી 9 લોકો ડૂબ્યા હતા જેમાંથી 3 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે 6 લોકો હજુ પણ લાપતા છે. આ તમામ લોકો યમુના નદીના સામે છેડે તરબૂચ ખાવા ગયા હતા અને પરત ફરતી વખતે આ અકસ્માત નડ્યો હતો.

નદી ઓળંગી તરબૂચ ખાવા ગયા

ઘટનાની વિગત મુજબ, ભૌલી ગામના રહેવાસી શ્રીપાલની દીકરીના લગ્ન મંગળવારે હતા. બુધવારે દીકરીની વિદાય બાદ સાંજે મહેમાનો અને પરિવારના સભ્યો નદી કિનારે ફરવા નીકળ્યા હતા. 9 વર્ષની રાની, 9 વર્ષની આકાંક્ષા, 25 વર્ષની બ્રજરાની, 5 વર્ષની લવ્યાંશ, 5 વર્ષનો ગોરેલાલ, 11 વર્ષનો આદિત્ય, વિષ્ણુ, રિંકુ અને પારુલ હોળીમાં સવાર થઈને નદી ઓળંગી તરબૂચ ખાવા ગયા હતા.

હોળી ચલાવનારની બેદરકારી

ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે, દુર્ઘટનાનું મુખ્ય કારણ હોળી ચલાવનારની બેદરકારી હતી. તરબૂચ ખાઈને પરત ફરતી વખતે હોળી ચલાવી રહેલા વિષ્ણુના મોબાઈલ પર કોઈનો ફોન આવ્યો હતો. તે ફોન પર વાત કરવા લાગ્યો અને તેનું ધ્યાન ભટકતા હોળીનું સંતુલન બગડ્યું હતું, જેના કારણે તમામ લોકો નદીમાં ખાબક્યા હતા. વિષ્ણુ પોતે તરીને બહાર નીકળી ગયો હતો જ્યારે અન્ય લોકો ડૂબવા લાગ્યા હતા.

આ પણ વાંચો : મોંઘવારીમાં રાહત! પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધવાના અને સોના-ચાંદીના ઉછાળાના સંકેત, સમજો કારણ

બે સગા ભાઈઓ સહિત 6 લોકો હજુ પણ ગુમ

બચાવ કામગીરી દરમિયાન 14 વર્ષીય પારુલ અને રિંકુને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જોકે બે સગા ભાઈઓ સહિત 6 લોકો હજુ પણ ગુમ છે. આ ઘટનાને પગલે ગામમાં ભારે શોક અને ઉત્તેજનાનો માહોલ છે. લગ્નની ખુશીઓ માતમના માહોલમાં ફેરવાઈ ગઈ છે અને લાપતા લોકોના પરિવારજનોની હાલત ગંભીર છે.

NDRFની ટીમ બોલાવાઈ

ઘટનાની જાણ થતા જ એસડીએમ અભિષેક કુમાર અને સીઓ રાજેશ કમલ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક ગોતાખોરોની મદદ લેવામાં આવી રહી છે અને વધુ બચાવ કામગીરી માટે NDRFની ટીમને પણ બોલાવવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લાપતા લોકોની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : સોનું ઘરમાં રાખવાની માથાકૂટ દૂર ! નાનાથી લઈને મોટા રોકાણકારો માટે NSEએ લોન્ચ કરી જોરદાર યોજના