India

રાજસ્થાનમાં ટ્રેન ઉથલાવી દેવા રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, ટ્રેન પસાર થયાની થોડીક જ મિનિટોમાં બની ઘટના

By GS Team
4 Nov 20262 mins read
TukuTouch Logo
રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં અનૂપગઢ-સૂરતગઢ રેલવે લાઇન પર મંગળવારે મોટો ધડાકો થયો હતો. અનૂપગઢથી બઠિંડા જતી પેસેન્જર ટ્રેનને નિશાન બનાવી ઉડાવી દેવાનું ષડયંત્ર હોવાનું પ્રાથમિક તારણ છે. ટ્રેન પસાર થયાની થોડી મિનિટો બાદ બ્લાસ્ટ થતાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. એસપી, એટીએસ અને બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે, જે આતંકી ષડયંત્ર કે તોડફોડની શક્યતા ચકાસી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજસ્થાનમાં ટ્રેન ઉથલાવી દેવા રેલવે ટ્રેક પર બ્લાસ્ટ, ટ્રેન પસાર થયાની થોડીક જ મિનિટોમાં બની ઘટના

Railway Track Blast News : રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં અનૂપગઢ-સૂરતગઢ રેલવે લાઇન પર મંગળવારે એક મોટો ધડાકો થતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અનૂપગઢથી બઠિંડા જઈ રહેલી પેસેન્જર ટ્રેનને ટાર્ગેટ કરીને ઉડાવી દેવાનું મોટું ષડયંત્ર ઘડાયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગામ 50 જીબી (50 GB) નજીક રેલવે ટ્રેક પર આ બ્લાસ્ટ ટ્રેન પસાર થયાની થોડી જ મિનિટો બાદ થયો હતો, જેના કારણે ટ્રેનમાં સવાર અસંખ્ય મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે સિમેન્ટના સ્લીપરનો સળિયો બહાર આવી ગયો

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે રેલવે ટ્રેકની નીચે લગાવેલા ૨ થી ૩ સિમેન્ટના સ્લીપર પિલર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. ધડાકાના કારણે પિલરની અંદર રહેલા લોખંડના સળિયા બહાર ફેંકાઈ ગયા હતા અને રેલવે લાઇનને પકડી રાખતા ક્લિપર પણ ટ્રેકથી અલગ થઈ ગયા હતા.

તપાસ એજન્સીઓ અને બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે દોડી

ઘટનાની જાણ થતાં જ શ્રીગંગાનગરના એસપી હરિ શંકર ઉચ્ચ પોલીસ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને નમૂના તથા પુરાવા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ આ કોઈ આતંકી ષડયંત્ર કે તોડફોડ (Sabotage) નો પ્રયાસ છે કે કેમ તે દિશામાં ઘનન તપાસ ચલાવી રહી છે.