Get The App

દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ

Updated: May 5th, 2026

GS TEAM

Google News
Google News
દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ 1 - image

West Bengal Assembly Election 2026 : પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આસામ, કેરલમ અને પુડુચેરીના વિધાનસભા ચૂંટણી પરિણામો મુજબ ભાજપના વોટ શેરમાં ધરખમ વધારો થયો છે. દેશના સૌથી કેન્દ્ર સ્થાને રહેલા પશ્ચિમ બંગાળમાં ભાજપે પહેલીવાર જીત મેળવી છે, તો આસામમાં ભાજપે ત્રીજી વખત બાજી મારી છે. જ્યારે કેરળમાં કોંગ્રેસનો વિજય થયો છે, જ્યારે તમિલનાડુમાં થલપતી વિજયની નીતનવી પાર્ટી TVKએ 108 બેઠકો જીતી લીધી છે. બંગાળમાં બહુમતી સાથે વિજય ભાજપ માટે સૌથી મહત્ત્વની વાત છે. આ ઉપરાંત ભાજપને તમિલનાડુમાં એન્ટ્રી મળી ગઈ છે. પુડુચેરીમાં પણ ભાજપના વોટ શેરમાં વધારો થવા સાથે ચાર બેઠકો જીતી લીધી છે. આ સાથે ભાજપ શાસિત રાજ્યોની સંખ્યા 22 થઈ ગઈ છે. હવે દેશની 80 ટકા વસ્તી પર ભાજપનું રાજ છે. 

બંગાળમાં જીત બાદ રાજ્યસભામાં મજબૂત બન્યું ભાજપ

તમિલનાડુની પ્રાદેશીક પાર્ટી દ્રવિડ મુનેત્ર કડગમ (DMK) અને પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ(TMC)ની કારમી હાર થતાં વિપક્ષ વધુ નબળો પડી ગયો છે. બંગાળમાં જીત બાદ ભાજપ હવે રાજ્યસભામાં મજબૂત થશે. ભાજપ પાસે લોકસભામાં બહુમતી હતી, જ્યારે રાજ્યસભામાં અન્ય પક્ષો પર નિર્ભર રહેવું પડતું હતું. હવે ભાજપ સરળતાથી કોઈપણ નવો કાયદો પસાર કરાવી શકશે. ભાજપની જીતની અસર લોકસભા ચૂંટણી-2029માં પણ જોવા મળી શકે છે. ભાજપ દાવો કરી શકે છે કે, તેમનું પાર્ટીની વિચારધારા વિવિધ ક્ષેત્રો અને સંસ્કૃતિઓ સુધી ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો : તમિલનાડુમાં 'વિજય' રાજનો આરંભ! TVK ધારાસભ્ય દળના નેતા તરીકે વરણી, સ્ટાલિનનું રાજીનામું

હિન્દી ભાષી પક્ષ હોવાનું લેબલ હટ્યું

પશ્ચિમ બંગાળમાં પ્રથમવાર જીત અને આસામમાં ત્રીજી વખત સત્તા જાળવી રાખીને ભાજપે નવા શિખરો સર કરી લીધા છે. એક સમયે ભાજપ માત્ર હિન્દી બેલ્ટ સુધી સીમિત હોવાનું કહેવાતું હતું, જોકે ભાજપે પશ્ચિમ ભારત જીત્યા બાદ બંગાળમાં પણ કબજો કરીને પૂર્વ ભારત સુધી પોતાની પહોંચ વધારી દીધી છે.

દેશની 80 ટકા વસતી પર ભાજપનું રાજ! પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ સમાપ્ત થતાં સરળ બની રાજ્યસભાની રાહ 2 - image

પ્રાદેશિક પક્ષોના ગઢમાં ગાબડું

ભાજપે પડકારો ઊભી કરનારી લગભગ મોટાભાગની પ્રાદેશિક પાર્ટીઓના ગઢમાં ગાબડું પાડી દીધું છે. મહારાષ્ટ્રમાં શિવસેના યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરે, NCPSPના વડા શરદ પવાર, દિલ્હીમાં આમ આદમી પાર્ટી(AAP)ના વડા અરવિંદ કેજરીવાલ નબળા પડ્યા બાદ, બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઓડિશામાં બીજુ જનતા દળના વડા નવીન પટનાયકનો પ્રભાવ ફીકો પડ્યા બાદ હવે બંગાળમાં ટીએમસીના વડા મમતા બેનર્જી, તમિલનાડુની દ્રવિડ મુન્નેત્ર કજગમ (DMK)ના વડા એમ.કે.સ્ટાલીન અને કેરળની સત્તાધારી માર્કસવાદી કોમ્યુનિષ્ટ પાર્ટીના વડા પિનરાઈ વિજયન હારી ગયા છે.

દેશની 80 ટકા વસ્તી પર ભાજપનું રાજ

પશ્ચિમ બંગાળમાં જીત બાદ ભાજપ શાસિત રાજ્યોની સંખ્યા 22 થઈ ગઈ છે. એટલે કે આ રાજ્યોમાં 78% વસ્તી રહે છે. દક્ષિણના બે રાજ્યો કેરળ અને તમિલનાડુની ચૂંટણીમાં ભલે ભાજપની હાર થઈ હોય, પરંતુ કેરળમાં ભાજપે ત્રણ બેઠકો જીતીને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તો તમિલનાડુમાં એક બેઠક જીતીને એન્ટ્રી મેળવી લીધી છે.

આ પણ વાંચો : કોણ બનશે બંગાળના નવા CM? શુભેન્દુ અધિકારીને આવી શકે છે દિલ્હીનું તેડું, 4 દિગ્ગજોના નામ રેસમાં