India

ભાજપે 18 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, તેજસ્વી સામે સતીશ યાદવને મેદાનમાં ઉતાર્યા

By GS TEAM
15 Oct 20251 min read
TukuTouch Logo
બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે ત્રીજી યાદી જાહેર કરી દીધી છે, જેમાં 18 ઉમેદવારના નામની જાહેરાત કરાઈ છે. ભાજપે રાધોપુર બેઠક પર તેજસ્વી યાદવ વિરૂદ્ધ સતીશ કુમાર યાદવને ટિકિટ આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાજપે 18 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર, તેજસ્વી સામે સતીશ યાદવને મેદાનમાં ઉતાર્યા
Image Source: IANS

Bihar Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે ત્રીજી યાદી જાહેર કરી દીધી છે, જેમાં 18 ઉમેદવારના નામની જાહેરાત કરાઈ છે. ભાજપે રાધોપુર બેઠક પર તેજસ્વી યાદવ વિરૂદ્ધ સતીશ કુમાર યાદવને ટિકિટ આપી છે. સતીશ યાદવે 2010માં રાધોપુરથી રાબડી દેવીને હરાવ્યા હતા. ત્યારે તેઓ જેડીયૂના ઉમેદવાર હતા. જણાવી દઈએ કે, ભાજપે 18 ઉમેદવારનો જાહેરાત સાથે પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે પહેલી યાદીમાં 71 ઉમેદવાર ત્યારબાદ બીજી યાદીમાં 12 ઉમેદવારોની જાહેરાત કરી હતી.