India

બંગાળમાં SIR વખતે જ્યાં મતદારોના નામ રદ કરાયા ત્યાં ભાજપને ફાયદો, તૃણમૂલ કોંગ્રેસને ફટકો

By GS TEAM
6 May 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન કરાયું અને તેમાં 90 લાખ મતદારોના નામ યાદીમાંથી બહાર કરી દેવાયા, જે ચૂંટણી પરિણામો સામે આવ્યા તેમાં 294 બેઠકોમાંથી 147 બેઠકો એવી છે કે જ્યાં 25હજારથી વધુ મતદારોના નામ હટાવાયા, આ બેઠકો પર મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસને ભારે નુકસાન થયું. જ્યારે ભાજપનું જબરદસ્ત પ્રદર્શન રહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

બંગાળમાં SIR વખતે જ્યાં મતદારોના નામ રદ કરાયા ત્યાં ભાજપને ફાયદો, તૃણમૂલ કોંગ્રેસને ફટકો

- બંગાળમાં એસઆઇઆરમાં 90 લાખ મતદારો હટાવાયા હતા

- 25 હજારથી વધુ નામ રદ થયા તેવી 147 માંથી 95 બેઠકો ભાજપને મળી, 15 થી 25 હજાર નામ રદ થયા તેવી 67 માંથી 47 બેઠકો જીતી

West Bengal Elction news : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન કરાયું અને તેમાં 90 લાખ મતદારોના નામ યાદીમાંથી બહાર કરી દેવાયા, જે ચૂંટણી પરિણામો સામે આવ્યા તેમાં 294 બેઠકોમાંથી 147 બેઠકો એવી છે કે જ્યાં 25 હજારથી વધુ મતદારોના નામ હટાવાયા, આ બેઠકો પર મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસને ભારે નુકસાન થયું. જ્યારે ભાજપનું જબરદસ્ત પ્રદર્શન રહ્યું. 

તાજેતરમાં હાથ ધરાયેલા વિવિધ એનાલિસિસ જણાવે છે કે 147 વિધાનસભા બેઠકો પર 25 હજારથી વધુ મતદારોના નામ કમી કરવામાં આવ્યા ત્યાં ભાજપે 95 બેઠકો પર જીત મેળવી છે. જ્યારે ટીએમસીને ૫૧ બેઠકો મળી હતી. ચૂંટણી પંચ દ્વારા મતદારોના વેરિફિકેશન માટેની પ્રક્રિયા એસઆઇઆર હાથ ધરાઇ જેમાં 67 બેઠકો એવી છે કે જ્યાં 15 હજારથી 25 હજાર મતદારોના નામ કાઢવામાં આવ્યા. ચૂંટણી પરિણામોમાં આ બેઠકો પર પણ ભાજપ વિજેતા બન્યો હતો. આ 67 માંથી 47 બેઠકો ભાજપે કબજે કરી લીધી છે. 

62 બેઠકો એવી છે કે જ્યાં પાંચ હજારથી ૧૫ હજાર મતદારોના નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા હતા, આવી બેઠકોના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો અહીંયા પણ ભાજપ ૫૦ બેઠકો પર જીત મેળવવામાં સફળ રહ્યો, એટલે કે જે પણ મત વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદારોના નામ કમી કરવામાં આવ્યા ત્યાં ભાજપને મોટી જીત મળી છે જ્યારે મમતાના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે હારનો સામનો કરવો પડયો છે. મમતા બેનરજીએ ચૂંટણી પ્રચારમાં એસઆઇઆરનો વિરોધ કર્યો હતો. જે 13 વિધાનસભા બેઠકો પર મતદાર યાદીમાંથી પાંચ હજારથી ઓછા મતદારોના નામ હટાવવામાં આવ્યા ત્યાં ભાજપને સૌથી વધુ લાભ થયો. ભાજપે આ તમામ બેઠકો પર જીત મેળવી લીધી. 

ત્રણ જિલ્લામાં સૌથી વધુ મતદારો કપાયા ત્યાં ટીએમસીનો દબદબો હતો

મુર્શિદાબાદમાં 4.55 લાખ, ઉત્તર 24 પરગણામાં 3.25 લાખ, માલદામાં 2.39 લાખ નામ હટાવાયા. મુર્શિદાબાદમાં ટીએમસીએ 2021 માં 22માંથી 20 બેઠકો જીતી હતી, આ વખતે જીતેલી બેઠકો માત્ર નવ રહી. ઉત્તર 24 પરગણામાં ટીએમસીને 2021માં 33માંથી 28 બેઠક મળી હતી જોકે આ વખતે માત્ર નવ પર સમેટાઇ ગઇ. માલદામાં પણ 2.39 લાખ મતદારોના નામ કમી કરાયા ત્યાં ટીએમસીને 2021માં 12 માંથી આઠ બેઠક મળી હતી આ વખતે અડધી બેઠકો જીતાઈ છે.