India

બિહાર બાદ ભાજપે 4 રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી

By GS TEAM
15 Oct 20252 mins read
TukuTouch Logo
બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કર્યા બાદ, ભારતીય જનતા પાર્ટીએ ચાર રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં એક મુસ્લિમ ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે અગાઉ જમ્મુ-કાશ્મીરની રાજ્યસભા ચૂંટણીની યાદીમાં પણ એક મુસ્લિમ ચહેરાને ટિકિટ આપવામાં આવી હતી. આ રીતે, ભાજપે આજે ચાર રાજ્યોની કુલ પાંચ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોનાં નામની ઘોષણા કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બિહાર બાદ ભાજપે 4 રાજ્યોની વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી

BJP Candidates List: બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ યાદી જાહેર કર્યા બાદ, ભારતીય જનતા પાર્ટીએ ચાર રાજ્યોની વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં એક મુસ્લિમ ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમ કે અગાઉ જમ્મુ-કાશ્મીરની રાજ્યસભા ચૂંટણીની યાદીમાં પણ એક મુસ્લિમ ચહેરાને ટિકિટ આપવામાં આવી હતી. આ રીતે, ભાજપે આજે ચાર રાજ્યોની કુલ પાંચ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી છે.

જમ્મુ-કાશ્મીરની બડગામ અને નગરોટા તથા ઝારખંડની ઘાટશિલા બેઠક માટે ભાજપના ઉમેદવારો

ભાજપે જમ્મુ-કાશ્મીરની બે બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં બડગામ બેઠક પરથી આગા સૈયદ મોહસિનને અને નગરોટા બેઠક પરથી દેવયાની રાણાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભાજપે ઝારખંડની ઘાટશિલા (એસટી) અનામત બેઠકની પેટાચૂંટણી માટે બાબુલાલ સોરેનના નામની પણ ઘોષણા કરી છે.

આ પણ વાંચો: માતા-પિતા, બે દીકરી અને 1 દિકરા સહિત સંપૂર્ણ પરિવાર જેસલમેર બસ અકસ્માતમાં હોમાઈ ગયો

ભાજપે ઓડિશા અને તેલંગાણાની એક-એક બેઠક માટે પણ ઉમેદવારોના નામની ઘોષણા કરી છે. ભગવા પાર્ટીએ ઓડિશાની નુઆપાડા બેઠક પરથી જય ઢોલકિયા અને તેલંગાણાની જુબિલી હિલ્સ બેઠક પરથી લંકાલા દીપક રેડ્ડીને ઉમેદવાર બનાવ્યા છે.

જમ્મુ-કાશ્મીર રાજ્યસભા ચૂંટણી

ભારતીય જનતા પાર્ટીએ આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસભાની ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં ગુલામ મોહમ્મદ મીર, રાકેશ મહાજન અને સત પાલ શર્માને મેદાનમાં ઉતાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે આ ચાર બેઠકો માટે ત્રણ જુદી-જુદી સૂચનાઓ બહાર પાડી છે.