Get The App

'બિહારમાં SIRની પ્રક્રિયા મતદાતા વિરોધી નથી...' સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન, સિંઘવીની દલીલો

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
'બિહારમાં SIRની પ્રક્રિયા મતદાતા વિરોધી નથી...' સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન, સિંઘવીની દલીલો 1 - image


Supreme Court on Bihar SIR: સુપ્રીમ કોર્ટે બુધવારે બિહારમાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી રહેલા SIR (Special Intensive Revision) પ્રક્રિયાને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરી છે. આ સુનાવણી જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ અરજદારના વકીલને કહ્યું કે, 'અમે સમજી રહ્યા છીએ કે, તમે આધાર વિશે વાત કરી રહ્યા છો... ઓળખ પત્રોની સંખ્યા વધારવી વોટર ફ્રેન્ડલી પગલું છે અને આ એક્સક્લુઝનરી (બાકાત રાખવું) પગલું નથી. પહેલાં 7 દસ્તાવેજ માન્ય હતા, હવે 11 છે, જેનાથી લોકો પાસે વધુ વિકલ્પ હશે.'

તમામ 11 દસ્તાવેજો જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટ

કેસની સુનાવણીમાં સામેલ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, 'જો કોઈ કહે છે કે, તમામ 11 દસ્તાવેજ જરૂરી છે, તો આ એન્ટી-વોટર હશે. પરંતુ, જો એવું કહેવામાં આવે કે, 11 વિશ્વસનીય દસ્તાવેજોમાંથી કોઈ પણ આપો તો?'

આ પણ વાંચોઃ 'ગુજરાત ભાજપના નેતા બિહારમાં મતદાર...' તેજસ્વી યાદવના ચૂંટણી પંચ સામે ગંભીર આરોપ

વકીલ મનુ સિંધવીની દલીલ

ન્યાયાધીશની ટિપ્પણી બાદ અરજદારના વકીલ અભિષેક મનુ સિંધવીએ જસ્ટિસ બાગચીની ટિપ્પણી પર કહ્યું કે, 'હું તેમનાથી સંમત છું પરંતુ આ એક્સક્લુઝનરી છે. (1) આધાર સામેલ નથી- આ એક્સ્ક્લુઝનરી છે. આ એવો દસ્તાવેજ છે, જેનું કવરેજ સૌથી વધુ છે. (2) પાણી, વીજળી, ગેસ કનેક્શન- આમાં (માંગવામાં આવેલા ડૉક્યુમેન્ટ્સ) પણ સામેલ નથી. (3) ઇન્ડિયન પાસપોર્ટ- 1-2%થી ઓછું કવરેજ છે. સંખ્યાના સંદર્ભમાં પ્રભાવિત કરવા માટે તેને અકબંધ રાખવામાં આવ્યું છે. પરંતુ, સ્વભાવથી આ ન્યૂનતમ કવરેજ ધરાવતો દસ્તાવેજ છે. (4) અન્ય તમામ દસ્તાવેજોનું કવરેજ 0-2-3% વચ્ચે છે. જો કોઈની પાસે જમીન નથી, તો દસ્તાવેજ 5,6,7 બહાર છે. મને નવાઈ લાગે છે કે, બિહારમાં કેટલા લોકો તેના માટે યોગ્ય હશે? બિહારમાં નિવાસ પ્રમાણ પત્ર હાજર નથી. ફોર્મ 6મા ફક્ત સેલ્ફ ડિક્લેરેશનની જરૂર હોય છે.'

આ મુદ્દે જ્યારે મનુ સિંધવીને પૂછવામાં આવ્યું કે, તમને શું તકલીફ છે? ત્યારે વકીલ સંધવીએ કહ્યું કે, 'મને કોઈ તકલીફ નથી, પરંતુ ચૂંટણીના અમુક મહિનાઓ પહેલાં કેમ? બાદમાં કરાવો, આખું વર્ષ લાગી જશે. ચૂંટણી પંચ 11 દસ્તાવેજોને ટાંકીને લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે... 3 દસ્તાવેજના સોર્સ તેમને નથી ખબર, બાકીના 2 શંકાસ્પદ અને અપ્રાસંગિક છે... આ 11 લિસ્ટ જુગારના પાના જેવી છે. જે વીજળી, પાણી અને આધારના બિલોની જગ્યા લે છે.'

નાગરિકતા પ્રમાણના મુદ્દે 180 ડિગ્રી યુટર્નઃ સિંધવી

ઍડ્વૉકેટ મનુ સિંધવીએ કહ્યું કે, 'ચૂંટણી પંચે નાગરિકતા પ્રમાણના મુદ્દે 180 ડિગ્રીનો યુટર્ન લઈ લીધો છે. કોઈને નાગરિક ન માનવા માટેનું પહેલાં કોઈ વાંધો ઉઠાવનાર હોવું જોઈએ. બાદમાં ERO નોટિસ આપશે અને જવાબ માટે સમય આપશે. આટલા મોટા જ્યુડિશિયલ ટાસ્કને બે મહિનામાં પૂરો કેવી રીતે કરશે? મારી સલાહ છે કે, SIR ડિસેમ્બરથી શરુ કરી એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવે, કોઈપણ તેની વિરોધમાં નથી.' 

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC પર અથડામણ, એક આતંકી ઠાર, ગોળીબારમાં એક જવાન શહીદ

સિવિલ સર્વિસવાળા જજના નિવેદન પર સિંધવીનો જવાબ 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 'આ રસપ્રદ છે કે, સરહદી વિસ્તારોમાં રહેતા લોકો પાસે પાસપોર્ટ છે. પંજાબમાં પણ જોવા મળ્યું છે કે, લોકો પાસપોર્ટ બનાવડાવે છે.' આ મુદ્દે સિંધવીએ વાંધો ઉઠાવ્યો કે, મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટના આંકડા 2005-2025 વચ્ચે કેમ આપવામાં આવી રહ્યા છે? જોકે, આ સમયગાળામાં કરનારા તમામ વોટર ન હોય શકે.' 

સિંધવીના આ જવાબ પર કોર્ટે કહ્યું કે, સર્ટિફિકેટ એ જ વર્ષે પાસ કરનારાઓને આપવામાં આવે છે, તેથી આ સમકાલિન છે. બિહારને ઓછું ન આંકવું જોઈએ, IAS અને IFSમાં બિહારનું પ્રતિનિધિત્વ સૌથી વધુ છે.

કોર્ટની આ વાત પર સિંધવીએ કહ્યું કે, 'પ્રતિનિધિત્વ ફક્ત એક વર્ગ સુધી સીમિત છે, જોકે પૂર પ્રભાવિત અને ગ્રામીણ વર્ગના લોકોને દસ્તાવેજ મેળવવામાં મુશ્કેલી થાય છે. અનેક રાજ્યોમાં કાયમી રહેણાંક પ્રમાણપત્ર નથી હોતા.

આ પણ વાંચોઃ યુપી : મકબરા પર હુમલા બાદ હવે મજારની તોડફોડ, હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરાતાં હોબાળો

13 કરોડ કાયમી રહેણાંક પ્રમાણપત્ર જાહેર થવાનો આંકડો કેવી રીતે આવ્યો? 

કોર્ટે પૂછ્યું કે, બિહારમાં 13 કરોડ કાયમી રહેણાંક પ્રમાણપત્ર જાહેર કરવાનો આંકડો કેવી રીતે આવ્યો? જોકે, આ રાજ્યની કુલ જનસંખ્યા કરતા વધુ છે.

ECIએ આ સવાલનો જવાબ આપતાં કહ્યું કે, આ ડેટા રાજ્યો અથવા અન્ય ઑથોરિટી પાસેથી લેવામાં આવેલું ઉદાહરણ છે. 

જોકે, સિંધવીએ આ બાબતે વાંધો ઉઠાવ્યો કે, ત્રણ દસ્તાવેજો માટે સોર્સ નથી આપવામાં આવ્યો, બે દસ્તાવેજ બિહારમાં લાગુ નથી. આધાર, EPICને છોડીને પાણી, વીજળી બિલ જેવા સરળ દસ્તાવેજ સામેલ ન કરવા જોઈએ અને આંકડા દાનિશ કેસના સોગંદનામાંમાં આપવામાં આવ્યા છે. 

આ મામલે જસ્ટિસ બાગચીએ કહ્યું કે, કાયમી નિવાસ પ્રમાણ પત્ર માટે જાહેર કરવામાં આવતા વિભાગને ખાલી છોડી દેવામાં આવ્યું છે. આ મુદ્દે સિંધવીએ પુનરાવર્તન કર્યું કે, કોઈ ઊંડાણપૂર્વક સમીક્ષાની સમસ્યા નથી. પરંતુ, બે મહિનામાં તેને લાગુ કરવું વ્યવહારુ નથી. 


Tags :