Get The App

VIDEO: 'ગુજરાત ભાજપના નેતા બિહારમાં મતદાર...' તેજસ્વી યાદવના ચૂંટણી પંચ સામે ગંભીર આરોપ

Updated: Aug 13th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: 'ગુજરાત ભાજપના નેતા બિહારમાં મતદાર...' તેજસ્વી યાદવના ચૂંટણી પંચ સામે ગંભીર આરોપ 1 - image


Tejashwi Yadav on Bihar election voter fraud: વિધાનસભા ચૂંટણી પહેલા બિહારનું રાજકારણ ગરમાયું છે. RJD નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, 'હવે ગુજરાતના લોકો બિહારના મતદાર બની રહ્યા છે, જેમાં ભાજપના પ્રભારી ભીખુભાઈ દલસાણિયા જેવા ઘણાં લોકો સામેલ છે.’

તેજસ્વી યાદવે આને ચૂંટણીમાં મોટા પાયે છેતરપિંડી અને કાવતરું ગણાવ્યું છે. તેમણે ચૂંટણી પંચ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ પણ લગાવતા કહ્યું છે કે, ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને લોકશાહી મૂલ્યોને સામે ખતરો ઊભો થઈ ગયો છે. 

ગુજરાત ભાજપના નેતા બિહારમાં વોટર બન્યાં

વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે મોટો દાવો કર્યો છે કે, ‘ભીખુભાઈ દલસાણિયા જેવા લોકો ગુજરાતમાંથી પોતાનું નામ કઢાવી નાખીને હવે પટણાના મતદાર બની ગયા છે. આ ચૂંટણીમાં છેતરપિંડીનો પ્રયાસ છે, જેના કારણે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર સવાલ ઊભા થયા છે.’

આ આરોપ બિહારના ચૂંટણી રાજકારણમાં નવી ચર્ચા અને વિવાદને જન્મ આપી રહ્યો છે.

ઘણાં નામોને મૃત જણાવીને મત ચોરી કરવાનો પ્રયાસ કરાયો

તેજસ્વી યાદવે આગળ કહ્યું કે, SIR (સિલેક્ટિવ ઈલેક્શન રોલ) અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં ઘણાં નામોને મૃત જણાવીને મત ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોર્ટમાં તે લોકો જીવિત હોવાનું સામે આવ્યું છે. તેમણે ભાજપ પર ચૂંટણીમાં ધાંધલી કરવા માટે CBI, ED જેવી એજન્સીઓનો ઉપયોગ કર્યો અને જ્યારે તે નિષ્ફળ ગઈ, ત્યારે ચૂંટણી પંચને આગળ મોકલવાનો આરોપ લગાવ્યો. 2020ની ચૂંટણીમાં પણ ચૂંટણી પંચ દ્વારા મત ચોરી કરવામાં આવ્યા હતા, જેના કારણે તેમની પાર્ટી માત્ર 12,000 મતોના માર્જિનથી 10 બેઠકો હારી ગઈ હતી. ચંદીગઢ મેયરની ચૂંટણીમાં CCTV હોવા છતાં છેતરપિંડી સામે આવી હતી, જેને છુપાવવા માટે ચૂંટણી પંચે CCTV હટાવી દીધા હતા. 

આ પણ વાંચો: 'ભારત ટ્રેડ ડીલ અંગે સરખી રીતે વાત નથી કરતુ...' અમેરિકાના નાણા મંત્રીનો ગંભીર આરોપ

દેશના લોકો આ સમગ્ર ષડયંત્રને સમજી રહ્યા છે

તેજસ્વીએ કહ્યું કે, દેશના લોકો આ સમગ્ર ષડયંત્રને સમજી રહ્યા છે અને ચૂંટણી પંચ ભાજપને સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ વિપક્ષના મતો ઘટાડી રહ્યું છે અને એક જ વિધાનસભા મતવિસ્તારમાં ભાજપના સમર્થકો માટે બે EPIC નંબર બનાવવામાં આવી રહ્યા છે, જેનાથી લોકતંત્રને ખતરો છે. 

Tags :