India

'NDA બીમાર છે, INDI ગઠબંધન બિલકુલ સ્વસ્થ', બેઠક વહેંચણી મામલે બિહાર કોંગ્રેસનું મોટું નિવેદન

By GS TEAM
12 Oct 20252 mins read
TukuTouch Logo
બિહાર ચૂંટણી માટે બ્યુગલ ફૂંકાઈ ગયું છે. આજે (12 ઓક્ટોબર) નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ બેઠક શેરિંગની જાહેરાત કરી છે. જ્યારે મહા ગઠબંધનમાં બેઠક વહેંચણીને લઈને બિહાર કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ રામે કહ્યું કે, 'NDAની બેઠક વહેંચણીની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. આમ NDA બીમાર છે, INDI ગઠબંધન બિલકુલ સ્વસ્થ...'

Summarized by AI; it may make mistakes. Check important info

'NDA બીમાર છે, INDI ગઠબંધન બિલકુલ સ્વસ્થ', બેઠક વહેંચણી મામલે બિહાર કોંગ્રેસનું મોટું નિવેદન

Bihar Elections : બિહાર ચૂંટણી માટે બ્યુગલ ફૂંકાઈ ગયું છે. આજે (12 ઓક્ટોબર) નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ બેઠક શેરિંગની જાહેરાત કરી છે. જ્યારે મહા ગઠબંધનમાં બેઠક વહેંચણીને લઈને બિહાર કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ રામે કહ્યું કે, 'NDAની બેઠક વહેંચણીની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. આમ NDA બીમાર છે, INDI ગઠબંધન બિલકુલ સ્વસ્થ...' 

તેમણે કહ્યું કે, 'અમે બધા પાર્ટીના કામ માટે દિલ્હી જઈ રહ્યા છીએ, અને ત્યાં બેઠક કર્યા પછી ખૂબ જ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. મહા ગઠબંધનના પાર્ટનર VIP પ્રમુખ મુકેશ સાહનીના નિવેદનનો જવાબ આપતા, તેમણે કહ્યું કે, અનેક ચેનલો અલગ-અલગ પ્રકારની બાબતો બતાવામાં આવી રહી છે. એક ચેનલે દાવો કર્યો હતો કે તેઓ નારાજ હતા, પરંતુ એવું નથી.'

મુકેશ સહનીનું મોટું નિવેદન

બિહારથી દિલ્હીની મુસાફરી દરમિયાન, 'VIP પાર્ટીના પ્રમુખ મુકેશ સહનીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, મહા ગઠબંધન થોડું બીમાર થઈ ગયું છે. હું દિલ્હી જઈ રહ્યો છું, બધા ડૉકટરો ત્યાં છે અને ત્યાં યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવશે. મહા ગઠબંધનને સાજા કરવા માટે યોગ્ય ડૉકટર દિલ્હીમાં છે, અને હું તેમની પાસે સારવાર માટે જઈ રહ્યો છું.' તેમના નિવેદનથી રાજકીય વિવાદ શરૂ થયો છે. 

આ પણ વાંચો: બિહારમાં ચૂંટણી વચ્ચે પ્રશાંત કિશોર મુશ્કેલીમાં ફસાયા, રાઘોપુરમાં કેસ દાખલ, જાણો મામલો

જ્યારે રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે, 'NDAમાં બધું બરાબર નથી, તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાજપ જનતા દળ-યુનાઇટેડ(JDU)ને સમાપ્ત કરી દેશે. અત્યાર સુધી JDU મોટા ભાઈની ભૂમિકામાં હતું, પરંતુ હવે તેને સમાન સ્તરે લાવવામાં આવ્યું છે. ચિરાગ પાસવાન અને ભાજપે મળીને 130 બેઠકો જીતી છે. ભાજપ નાના પક્ષોને ખતમ કરવા માટે ફોર્મ્યુલા બનાવી રહ્યું છે.